Skip to content
March 3, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી

H S June 21, 2023
21 vi2

વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ : વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી


વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો થી આપણી ઋષિપરંપરાના યોગને વૈશ્વિક ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના 193 દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આ ૠષિપરંપરાનું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહિ પરંતુ સ્વસ્થ જીવનશૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ યોગ આજે પણ પૃથ્વીવાસીઓને એક કુટુંબ તરીકે જોડવામાં પ્રયત્નશીલ છે.

વિધાનસભા ખાતે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી કાંતિભાઈ અમૃતીયા, શ્રી ઉમેશભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડીયા, વિધાનસભના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ઓપરેશન્સ-મેટ્રો રેલની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતા શ્રી અમિતભાઇ શાહ
Next: સુરત બન્યું યોગમય: રાજ્ય કક્ષાના યોગદિન ઉજવણી કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો
Follow

Recent Posts

  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજ નીકળશે તો આગ લગાડી દઈશું, ઈરાનની ખુલ્લી ધમકીથી તેલના ભાવમાં ભડકો
  • ભારતમાં iPhone લોન્ચ: જાણો કિંમત, ફીચર્સ અને સેલની વિગતો
  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.