Gujarat Development

ગુજરાત વિધાનસભાની કામગીરી બનશે પેપરલેસ

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યોશ્રીઓ માટે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની ચાર દિવસીય તાલીમ વર્કશોપનો શુભારંભ

વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું છે. આગામી તા. ૧૩મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યોશ્રીઓ માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યશ્રીઓને તાલીમબદ્ધ કરવામાં આવશે.

અધ્યક્ષ શ્રી એ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યશ્રીઓ પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરાયેલી ટેબલેટની ઝડપી ખરીદી સહિતની કામગીરી બદલ આભાર વ્યક્ત કરી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ડિજીટલ ઈન્ડીયાના સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા નવતર પહેલ કરવા જઇ રહી છે. આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago