
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર પર પેટાચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાપ બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક અટકળો ચાલી રહી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડા પર કોંગ્રેસ હાઈ કમાન્ડે મહોર મારી દીધી છે.
અમિત ચાવડાને કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. અમિત ચાવડા વર્ષ 2018 થી 2021 દરમિયાન પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. તેઓને બીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. ત્યાં જ તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે.