Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ગાંધીનગર ખાતેથી “મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત” ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ થયું લોકાર્પણ

Chief Editor December 15, 2023
15 mu1

હવે ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા થયા વધુ સરળ: પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા
……….
ગુજરાતના સંગ્રહાલયોની ઓડિયો ગાઈડ એપ્લીકેશન “મ્યુઝિયમ ઓફ ગુજરાત” લોન્ચ કરતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા

ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની “મ્યુઝિયમ ઓફ ગુજરાત” મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. સાથે જ મંત્રી શ્રી મુળુભાઈ દ્વારા “મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત” ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે.

નવીન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન” એ મોબાઈલ ઓડિયો ગાઇડ પ્રકારની બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી મ્યુઝીયમની મુલાકાતે આવતા નાગરીકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લીકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહિ, પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરીકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
……………

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોડલ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવા ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઝડપથી વિકસી રહી છે
Next: પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું
Follow

Recent Posts

  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.