
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતને સ્કિલ ઈન્ડિયા દ્વારા ચરિતાર્થ કરવાની તેઓની દીર્ઘદ્રષ્ટિને અનુરૂપ રાજ્યના યુવાનોને શિક્ષણની સાથે સ્કિલ આપવાના નિર્ધાર સાથે શરૂ થયેલી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આયોજિત “ડ્રોન હેકાથોન 2024″નુ ડ્રોન મંત્રા લેબ, અમદાવાદ ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉદ્ઘાટન કર્યું. તેમજ રિમોટ ડ્રોન પાયલોટ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર (લાઇસન્સ) અને ડ્રોન ઇન્સટ્રક્ટરનું પણ સન્માન કર્યુ.






આ પ્રસંગે ડૉ. અંજુ શર્મા – અધિક મુખ્ય સચિવ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), શ્રી એચ.આર.સુથાર – રજિસ્ટ્રાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી, શ્રી પી.એ.મિસ્ત્રી, ચીફ સ્કિલ કોઓડીનેટર, ડૉ. આશિષ જોષી – ડાયરેક્ટર એકેડેમિક્સ, ડ્રોન હેકથોન સ્પર્ધા માટે આવેલ ટીમ્સ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
