દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી
કેલગરી ( આલ્બર્ટા ) ના જય મહારાજ ગૃપ દ્વારા કેલગરી સ્થિત નડિયાદી પરિવાર માટે નયનરમ્ય નૈસર્ગિક અને ખુશનુમા વાતાવરણમાં નોર્થ Glenmore પાર્ક કેલગરી, કેનેડા ખાતે પિકનિકનું સરસ આયોજન થયું હતું. .લીલાછમ વૃક્ષો અને લીલી હરિયાળી મનમોહક હતી .

શરૂઆતમાં દરેકનું ચા -કોફી અને સ્વાદિષ્ટ નાસ્તા થી સ્વાગત થયું. બપોરે લંચ કર્યું . ત્યારબાદ સ્વાદિષ્ટ તડબૂચનો સ્વાદ માણ્યો.ચા, કોફી અને ઠંડા પીણાં ની પણ દરેકે મોજ માણી . દિવસ દરમ્યાન ક્રિકેટ ,બેડમિન્ટન , બહેનોએ અંતાક્ષરી અને ઉભી ખો ની રમત રમી આનંદ માણ્યો. અંતમાં સાંજે સ્વાદિષ્ટ ભોજન લીધું .વિદેશ ની ધરતી પર જ્યારે કોઈ આપણા મળે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. એકબીજાને મળી પરિચિત થયા અને એકજ સ્થળે બધાને મળવાની તક મળી.
સમગ્ર પિકનિકને સફળ બનાવવા જય મહારાજ ગૃપ ની નડિયાદી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી .તેમનું કાર્ય ખૂબ જ સરાહનીય રહ્યું. અંતે દરેક નડિયાદીએ પ્રસન્ન વદને દિવસભરની સ્મૃતિઓ વાગોળતા વિદાય લીધી .
(માહિતી :- ઘનશ્યામ પટેલ કેલગરી , કેનેડા અને તસ્વિર સૌજન્ય ;- કાન્તિભાઈ મિસ્ત્રી નડિયાદ વાળા).
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
