Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

કચ્છના સફેદ રણમાં ઢળતી સાંજનો આહ્લાદક નજારો નિહાળી અભિભૂત થતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Chief Editor January 5, 2024
5 raj1

લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત-વર્તમાનના સાક્ષી બનતા રાજ્યપાલશ્રી

રાજયપાલશ્રીએ કેમલ સફારી કરી, સફેદ રણનો નજારો નિહાળ્યો, તસવીરો સાથે ક્ષણોને કચકડે કંડારી

5-1

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી ધોરડો ખાતે સફેદ રણની મુલાકાતે પધાર્યા છે. ઢળતી સાંજે સનસેટ પોઇન્ટ પર તેઓ સફેદ રણની શ્વેતવર્ણી ધરતી પર સુર્યાસ્તની સોનેરી આભા પથરાતી નિહાળીને રોમાંચિત થયા હતા. રણમાં તેમણે કચ્છી પરંપરાગત ઊંટગાડીની સવારી પણ કરી હતી.

રાજ્યપાલશ્રીએ રણોત્સવમાં તાજેતરમાં શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરવાતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ નિહાળ્યો હતો. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી રાજ્યપાલશ્રી કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત અને વર્તમાનના સાક્ષી બન્યા હતા.

રણમાં ઉપસ્થિત પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકોને મળીને રાજ્યપાલશ્રીએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન તેમણે બાળકોને “ખૂબ પઢો, ખૂબ આગે બઢો” એવી શુભકામનાઓ પાઠવી હતી.

કચ્છના રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેન સાથે વાતચીત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે આ રણ ભૂમિ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ બન્યું તેની માહિતી મેળવી હતી. મિયાં હુસેને તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે અમે આ ગામ ખાલી કરીને જવાનું વિચારતા હતા અને આજે સફેદ રણ અને રણોત્સવના કારણે આખી દુનિયા અહીં આવે છે.

આ રણ વિસ્તાર કેવી રીતે તબક્કાવાર વિશ્વ પ્રવાસનના મહત્ત્વનાં કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો અને આ વિસ્તાર સહિત સમગ્ર કચ્છના કલાકારોને રાજગારી પણ મળી વગેરે વાત કરી હતી.  તેમણે રણોત્સવના કારણે ધોરડો વિલેજની બદલાયેલી દિશા, કચ્છના પશુધન અને બન્નીના ઘાસની વિશેષતાઓની માહિતી રાજ્યપાલશ્રીને આપી હતી.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ડલ્લાસ ફોર્ટ વર્થના ગુજરાતીઓએ ડલાસ મેટ્રોપ્લેક્સમાં દિવાળી ની સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી
Next: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.