Breaking News

એલન શહેર દિવાળી ફેસ્ટિવલ ઑફ લાઈટ્સ સાથે ઝગમગી ઉઠ્યું એલન, ટેક્સાસ: એલન શહેરે તાજેતરમાં ૧૭ થી ૨૧ ઑક્ટોબર, 2025 દરમિયાન દિવાળી ફેસ્ટિવલ ઑફ લાઈટ્સ વીકની ભવ્ય ઉજવણી કરી, જેમાં હજારો રહેવાસીઓ અને મુલાકાતીઓ જોડાયા. આ આનંદમય અને સંસ્કૃતિસભર કાર્યક્રમ રાધા કૃષ્ણ મંદિર ઑફ ડલાસ (JKYog) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે દિવાળીના મુખ્ય સંદેશ — પ્રકાશનો અંધકાર પર અને સદગુણોનો દુર્ગુણો પર વિજય —ને ઉજાગર કરતો હતો। પાંચ દિવસ ચાલેલા દિવાળી મહોત્સવ દરમિયાન રોજની પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત ભોજન, બાળકો માટે વર્કશોપ અને પ્રવૃત્તિઓ, તેમજ ચાર દિવસનો આકર્ષક ફાયરવર્ક્સ શો યોજાયો હતો। ઉત્સવનો અંત 21 ઑક્ટોબરે ગોવર્ધન પૂજા અને ગુજરાતી નવા વર્ષની ઉજવણી સાથે થયો, જેમાં ભક્તિમય ભજન સંધ્યાનું આયોજન થયું.
એલન શહેરના મેયર બેઇન એલ બ્રૂક્સે ખાસ પ્રોક્લેમેશન દ્વારા ૧૭ થી ૨૦ ઑક્ટોબરને દિવાળી, ફેસ્ટિવલ ઑફ લાઈટ્સ વીક તરીકે જાહેર કર્યું હતું। તેમણે સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી: “મારા પરિવાર તરફથી આપના પરિવારને હાર્દિક દિવાળીની શુભેચ્છાઓ. આપના જીવનમાં આનંદ, શાંતિ અને આશાનો પ્રકાશ છવાતો રહે — એવી અમારી પ્રાર્થના છે।” ઉજવણીના મુખ્ય આકર્ષણોમાં 11,111 દીવા પ્રગટાવાનું વિશેષ આયોજન, ભવ્ય ફાયરવર્ક્સ, સામુહિક હનુમાન ચાલીસા પાઠ, બાળકોની પ્રવૃત્તિઓ, રામલીલા પ્રદર્શન, ગોવર્ધન પૂજા, અને સીતા-રામ તથા રાધા-કૃષ્ણના અતિ સુંદર શૃંગારિત દર્શનનો સમાવેશ થાય છે। હજારો ભક્તોએ રાધા કૃષ્ણ મંદિર અને એલન શહેર પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કર્યો, કારણ કે આ ઉત્સવએ સૌને તેમની સાંસ્કૃતિક મૂળ સાથે ફરી જોડ્યા। ઉજવણીની આ પવિત્ર શ્રેણી આગળ વધારવા માટે મંદિર રવિવાર, 26 ઑક્ટોબરના રોજ મહાપ્રસાદ અન્નકૂટનું આયોજન કરશે, જેમાં મંદિરના સ્થાપક સ્વામી મુકુન્દાનંદજીની પવિત્ર ઉપસ્થિતિ રહેશે।
 
સુભાષ શાહ દ્વારા..ડલાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: