Breaking News

મુખ્યમંત્રીશ્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી — મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શકિત ધામ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ અંતગર્ત ઉજવાઈ રહેલી જનજાતિય ગૌરવ યાત્રા નો આરંભ કરાવવા અંબાજી પહોંચ્યા હતા અને યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.   વિધાન સભા અધ્યક્ષ શ્રી શંકર ભાઇ ચૌધરી અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ ભાઈ માળી તથા અગ્રણીઓ અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: