
આધ્યાત્મિક આંતર ધ્યાન યોગની આંતર સાધના દ્વારા અંતરમાં સંપૂર્ણપણે ઊંડા ઉતરીને અહકારને શોધી
જે બહાર ફેકી દે છે,અને અહકાર રહિત થઈ જાય છે, તેજ સત્યની અંતરમાંથી સૂક્ષ્મ અનુભૂતિ પ્રાપ્ત કરે છે અને હું
શુધ્ધ આત્માછુ તેમ જાણીને જીવન જીવે છે, એજ આત્મિક સત્ય એટલે પોતાના મનને શુધ્ધ સ્થિત કરીલે છે, અને
આત્માના અવાજને જાણે છે, અને તેના અનુસાર વર્તન વ્યવહાર કરે જે તેનું નામ આત્મિક સત્ય, જે જીવનની સિધ્ધી
આમ સમગ્ર જીવનમાં આત્માનો અવાજ સદાય સત્ય જ હોય છે, તેમાં કદી પણ અસત્યનો કે સ્વાર્થનો , આસક્તિ
અને કર્તા ભાવનો છાટો પણ હોય શકે જ નહિ એનું નામ આત્મિક સત્ય . માણસ જીવનમાં પરિવર્તન એજ સંસારનો
નિયમ છે, તેવુ અંતરથી જાણે છે, સ્વભાવમાં,સ્વ સ્વરૂપમાં અને સ્વધર્મમાં સ્થિત થાય છે, ત્યારે તેવો આત્મસ્થ પુરુષ
સુખ—દુખ, માંન- અપમાન, કીર્તિ- અપકીર્તિ, નફા- નુકસાન,નિંદા- પ્રશશા જેવા આંતર દંદ્વાત્મક ભાવો થી
વિચલિત થતો નથી, આ અવસ્થાને જ ગીતાએ સમતા અને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહ્યો છે,,
આ જીવનની સર્વોત્તમ સિધ્ધી છે, આધ્યાત્મમાં સર્વોત્તમ સિધ્ધી એટલે, કોઈ જાદુઇ સિધ્ધી કે
ધનંની મિલકતની,- મોટા આશ્રમોની- મોટાટોળાની સિધ્ધી હરગિજ નહિ પણ , આત્મ સંયમ,
આત્મ સાક્ષાત્કાર, આત્મ જ્ઞાન, એજ સર્વોત્તમ આત્મ સિધ્ધી છે, એટલે કે આંતર ભાવોથી મુક્તિ
જેને ગીતા ગુણાતીત અવસ્થા કહે છે,, જેમાં માનસિક પરમ શાંતિ,જીવનમાં જ્યારે મન ભટકતું
બંધ થઈ જાય, ત્યારે બધી જ ઉર્જા એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, જેનાથી જીવનના તમામ
કાર્યમાં સફ્ળતાજ મળે છે, અને સાથે સાથે જીવનનો જીવનમાંથી સંતોષ તૃપ્તિ પ્રાપ્ત થાય છે,
એજ આત્મસ્થ જીવન છે,આ અધ્યાત્મની આંતર સાધના દ્વારા જ જીવનમાં સૉ ટકા શક્ય છે,
આપણે ત્યાં ચાલુ જમાનામાં રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ, કબીર, મહર્ષિ રામતીર્થ રાજ ચંદ્ર
જેવાએ કોઈ બાહ્ય ધર્મના આડબર વિના, ટોળાં ભેગા કર્યા વિના, લાકડા બાલ્યા વિના, પથરાને
પૂજયા વિના ,કર્મકાંડ કર્યા વિના, લોકોને શિશામાં પૂર્યા વિના માત્ર ને માત્ર આત્મિક આંતરિક
સત્યને પકડીને આંતર સાધના કરીને પરમપદ મેળવેલ છે, તે આજનું વાસ્તવિક સત્ય છે
,આ સૃષ્ટિમાં બહિર્મુખી સાધના એટલેકે પથરા પુજીને, આશીર્વાદઆપીને , કર્મ કાંડ કર્મ
ક્રિયાઓ લાકડા બાળીને કે કથાઓ કરીને, લોકોને ટોળાં ભેગા કરીને મોટા આશ્રમો સ્થાપીને,
લોકોને શિશા પુરીને પરમ પદ પામ્યાનો એક પણ દાખલો હયાત નથી, એટલું જાણો,જ્યાં
આસક્તિ ત્યાં પરમ પદ પરમ જ્ઞાન કે સત્યની અનુભૂતિ સાત જન્મારે પણ શક્ય જ નથી,
જ્યાં એક ટકાના હજારમાં ભાગ નો સ્વાર્થ આસક્તિ મનમાં છે ત્યાં આત્માં જ મરી પરવાર્યો
હોય છે, ત્યાં આત્મ જ્ઞાન થાય ક્યાંથી થાય, જરાતો શુધ્ધ બુધ્ધિથી જાણો, માત્ર સારું શાસ્ત્રનું
ગોખેલું મીઠું મધુરું બોલે તે પરમ જ્ઞાન નથી, તેતો માહિતી જ છે, માહિતીથી જીવનમાં દળદાર
ફિટે જ નહિ,આપણાં ઉપનિષદો જ સત્યને ઉજાગર કરે છે, માડુકય કે છાંદોગ્ય ઉપનિષદ સ્પષ્ટ
કહે છે કે સત્ય પરમતત્વ પરમાંત્મા એકજ છે, તેમને કોઈ વારસો નથી કે વારસ તરીકે કોઈને
નીમણૂક કરેલ જ નથી, માનવ જીવનમાં ઉપનિષદ અનુસાર મહા સિધ્ધી એટલે આત્મ જ્ઞાન
છે, જે વ્યક્તિ આત્મ જ્ઞાન આત્મિક સત્યમાં સ્થિર થયા છે તેને પછી સંસારના કોઈ દ્વદ્વ સુખ
દુખ સ્પર્શી શકતાજ નથી
વેદાંતમાં એક ઉદાહરણ છે, જ્યારે આંતર સાધના દ્વારા આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે કે
જ્યારે ફળ પાકે છે ત્યારે તે ખરી પડેછે, આમ આત્મ જ્ઞાન પ્રાપ્ત થતાં બધુ જ ખરી પડેછે રહેછે
માત્ર સત્ય સ્વરૂપતા આત્માની સમતા અને આત્મિક સત્ય જ વેદાંતનું મૂળ છે, જેને ઉપનિષદો
એ સ્થિત પ્રજ્ઞા અને બ્રહ્મ નિષ્ઠા કહી છે, કઠોપનિષદ મુજબ આપણું શરીર એક રથ છે, આત્મા
તેનો સારથિ છે, જે બુધ્ધી રૂપી લગામથી મનને કાબુમાં રાખી આત્મિક મૂળ તત્વને પકડી લેછે,
તેજ પરમ પદ ની પરમ સિધ્ધી ને પામે છે,. જ્યારે આપણે આધ્યાત્મિક આંતર સાધના દ્વારા
મૂળ પકડીએ છીએ ત્યારે જ સમજાય છે કે જગતના પરિવર્તનો માત્ર ને માત્ર કિનારાની
લહેરો જ છે, ત્યારે જ સમુદ્રની ગહન શાંતિ એજ આપણી સમતા અને સ્થિત પ્રજ્ઞા અને આત્મ
જ્ઞાન છે, આમ આત્માને જાણવાથી જ બધી જ વસ્તુ જાણી જ શકાય છે, જાણવાનું જીવનમાં
કઈ બાકી રહેવા પામતું જ નથી, આમ ઉપનિષદો સ્પષ્ટ કહે છે, કે પરમાંત્મા બહાર ક્યાંય નથી
કે કોઈના કહેવાથી કે કર્મ કાંડ કરવાથી મળી જાય તેતો આપણાંજ હ્રદય ગુહામાજ વિરાજ
માંન છે ત્યાંથી જ શોધવા પડેછે, તે માટે આંતર ધ્યાનની આધ્યાત્મિક સાધના કરી ઊંડા ને
ઊંડા જઈ અહકાર નિર્મૂલન કરી ને આંતરભાવોથી મુક્ત થઈ શકાય છે, એજ જીવનની સિધ્ધી
તત્વચિંતક વિ પટેલ
