Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ સાથે આયોજિત ‘સરસ મેળો : સપનાની ઉડાન૨૦૨૩’ને વ્યાપક પ્રતિસાદ

H S February 20, 2023
20 sa2

સરસ મેળો ૨૦૨૩માં અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડતા રાજ્યમંત્રીશ્રી

કુંવરજીભાઈ હળપતિ

Join Our WhatsApp Group

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સરસ મેળો ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ સાથે ‘સરસ મેળો : સપનાની ઉડાન ૨૦૨૩’નું
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.


જેમાં ગુજરાત રાજ્યના કુલ ૧૦૦ સ્ટોલ અને દેશના અલગ અલગ રાજ્યના કુલ ૫૦ સ્ટોલ ઊભા કરવામાં
આવ્યા છે. ૨૦મી ફેબ્રુઆરીએ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ
હળપતિએ સરસ મેળાની મુલાકાત લીધી હતી. સરસ મેળાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ મેળો ૨૭
ફેબ્રુઆરી સુધી ચાલશે.


મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વિવિધ સ્ટોલ્સમાં દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના વિવિધ
જિલ્લાઓના હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ, આર્ટીઝન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, લાઈવ ફુડ સ્ટોલ્સ સહિતનાં કલાત્મક
જેવા વિશેષ આકર્ષણોને નિહાળીને ગ્રામીણ મહિલા અને તેમના વિવિધ જૂથોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડો. મનીષ બંસલ, જી.એલ.પી.સી ના
વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ
“પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ
Next: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.