Skip to content
March 22, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

Chief Editor November 27, 2023
27 ma1

27-11

સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે તા. ૨૭ નવેમ્બરે ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી ચેતન પંડ્યાના હસ્તે ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સવારે ૯.૩૦ કલાકે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહીને શ્રી ગણેશ વાસુદેવ માવળંકરના તૈલચિત્ર સમક્ષ પુષ્પ અર્પણ કરીને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી ગણેશ વાસુદેવ માવળંકર : એક વિસ્તૃત પરિચય :-

જન્મ : તા. ૨૭મી નવેમ્બર, ૧૮૮૮, વડોદરા
અવસાન : તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૫૬, અમદાવાદ

‘માવળંકરદાદા’ના હેતાળ નામથી લોકહૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા, રાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાં દરેક તબક્કે ભાગ લીધો, સન ૧૯૧૩માં વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી,સન ૧૯૧૪થી સરદાર પટેલ અને સન ૧૯૧૬થી પૂજ્ય મહાત્મા ગાંધી સાથે મુક્તિસંગ્રામથી જાહેર જીવનની શરૂઆત કરી. દાદાસાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહ અને ખેડાની લડતમાં ભાગ લઈ કુલ ૩૩ મહિના કારાવાસ ભોગવ્યો હતો. સન ૧૯૩૭-૪૬ દરમિયાન આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ અને ત્યારબાદ વર્ષ ૧૯૫૨-૫૬ દરમિયાન લોકસભાના અધ્યક્ષ બન્યા. તેઓ ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં સંગીન પ્રણાલિકાઓ પાડનાર આદર્શ અધ્યક્ષ હતા. ગુજરાત સભા -ગુજરાત ક્લબના મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી, અમદાવાદની સામાજિક,રાજકીય તેમજ કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં સિંહફાળો આપનાર શ્રી માવળંકર અવસાનના દિવસ સુધી સતત કાર્યરત રહ્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
Next: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસ ના બીજા દિવસ નો પ્રારંભ બુલેટ ટ્રેન ની સફર થી કર્યો
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.