Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

“આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના સખી મેળાનું આયોજન

H S October 11, 2022
11 sakhi main

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત જિલ્લા
કક્ષાના સખી મેળાનું આયોજન અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત
રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબહેન વકીલે વર્ચ્યુઅલ માધ્યમથી
સખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત સખી મેળામાં વહાલી દીકરી
યોજનાના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓને 18
વર્ષ પૂરા થયે રૂપિયા 1,10,000ની સહાય મળવાપાત્ર થશે. વહાલી દીકરી યોજનાના
હુકમપત્રોની મંજૂરી કમ વિતરણ કાર્યક્રમમાં લાભાર્થી દીકરીઓને ચાંદીના સિક્કાનું પણ વિતરણ
કરવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસના કર્મચારીઓએ બે દીકરીઓ, સનોફરબાનુ અને જન્નતબાનુ જેમણે
ધોરણ 10 પછી શાળા છોડી દીધી હતી, તેમને ફરીથી શાળાએ જવાની પ્રેરણા આપી હતી. જેના
પ્રયત્નરૂપે બંને દીકરીઓ હાલમાં ગ્રેજ્યુએશન લેવલનું શિક્ષણ લઈ રહી છે. આ દીકરીઓ અન્ય
લોકો માટે પ્રેરણારૂપ સાબિત થાય તથા રાજ્યનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય તેવા
પ્રયત્નો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ફરીથી શિક્ષણ લઈ રહેલી બંને દીકરીઓને આયોજિત સખી મેળામાં સન્માનિત કરવામાં આવી.
આ સખી મેળામાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં મંત્રી શ્રીમતી મનીષાબહેન વકીલે 15
કિશોરીઓ સાથે સંવાદ સાધીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ
મંત્રાલયે બાવળા ખાતે ખાસ એનિમિયાની તપાસ કેમ્પનું પણ આયોજન કરેલ છે.
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદ કલેક્ટર કચેરીને
ગુલાબી કલરની રોશનીથી શણગારીને દીકરીઓની સમાજમાં રહેલી હાજરીને વધાવી લેવામાં
આવી. ખાસ ‘પિંક થીમ’ આધારિત રોશનીથી સમગ્ર કલેક્ટર ઓફિસને આજે સુશોભિત કરવામાં
આવી.
આ સાથે, આયોજિત સખી મેળામાં અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ મ્યુનિસિપલ
કૉર્પોરેશનના મુખ્ય સેવિકાઓ, સીડીપીઓ તથા આંગણવાડી કાર્યકર્તાઓને સારી કામગીરી માટે
મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા.
સખી મેળાના આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વિવિધ યોજનાઓના
લાભાર્થીઓ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ
Next: સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા…મેડિકલ હબ બનવા તરફ ગુજરાતની હરણફાળ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.