Breaking News

અમેરીકાના એનાહેમ ગાયત્રી મંદિરમા નવ વર્ષ ની અન્ન્કુટ મહોત્સવ ના પ્રસંગની ઉજવણી અને જ્યોતિ અખંડ જ્યોતિના દિવ્ય આગમન પ્રસંગ ખૂબ ધામધૂમ થી ઉજવાયો જ્યોતિ કળશ યાત્રા એ અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર ના સ્થાપક અને પ્રેરણાસ્તોત્ર,પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માના વિઝનથી પ્રેરિત એક આધ્યાત્મિક ચળવળ છે, જેનો ઉદ્દેશ્ય સમાજમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવર્તન લાવવાનો છે.જ્યારે ટેકનોલોજીકલ પ્રગતિ વધી રહી છે પરંતુ માનવ મૂલ્યો ઘટી રહ્યા છે, ત્યારે આ યાત્રા મૂંઝવણ, અશાંતિ અને નૈતિક પતનથી છવાયેલી દુનિયામાં શાબ્દિક અને રૂપકાત્મક બંને રીતે પ્રકાશ ફેલાવવાના સામૂહિક પ્રયાસનું પ્રતીક છે. યાત્રાનો હેતુ:જ્યોતિ કલશ નું આગમન અને સ્વાગત.. ગાયત્રી ચેતના કેન્દ્ર એનાહેમ ના અંતેવાસી કુસુમ બેન પંડ્યા દ્વારા ખુબ રંગે-ચંગે થયું હતુ • શાશ્વત જ્યોતના પ્રકાશને તીવ્ર બનાવવા: ગુરુદેવના પ્રબુદ્ધ વિચારોના પ્રભાવને મજબૂત અને વિસ્તૃત કરવા, યાત્રા સાધકોને આ જ્યોતને મૂર્તિમંત કરવા અને તેને વધુ ફેલાવવા માટે,દરેક ખૂણામાં દૈવી પ્રકાશ ફેલાવવા:અસ્પૃશ્ય હૃદય અને મન સુધી પહોંચવા માટે પ્રેરણા આપવાનો પ્રયાસ કરે છે. • ૨૦૨૬ શતાબ્દી વર્ષ માટેની તૈયારી: અખંડ જ્યોતિના દિવ્ય આગમન અને આદરણીયા માતાજીના પવિત્ર જન્મના ૧૦૦ વર્ષ પૂરા થયા તે નિમિત્તે, આ યાત્રા હૃદય અને મનને શતાબ્દી ઉજવણી માટે તૈયાર કરવાનો એક આધ્યાત્મિક પ્રયાસ છે . નવ વર્ષ ની અન્નકુટ મહોત્સવ ના પ્રસંગ ની ઉજવણી માં ગાયત્રી પરિવાર ના વડીલ શારદાબેન અને તેમના પુત્ર શ્રી ભરત સોલંકી દ્વારા દીપયજ્ઞ નું પુજન કરવામાં આવેલ હતું. યજ્ઞ નુ સંચાલન નીકીબેન ભટ્ટ, મહેશભાઇ ભટ્ટ તથા શેફાલી ભટ્ટ દ્રારા કરવામાં આવેલ. હરિદ્વાર થી પધારેલા સંત શ્રી ઘનસ્યામજી એ જ્યોતિ કલશ નુ મહત્વ વિસ્તાર થી સમજાવેલ હતું. અપ્રસંગે કુસુમ પંડ્યા, મીનાબેન ભટ્ટ, ભાવનાબેન પટેલ, અરુણાબેન ભટ્ટ, ભાનુબેન પટેલ, કુસુમબેન પટેલ,વર્ષાબેન શેલત,સુમિત્રાબેન , જયમીનીબેન, અમૃતભાઇ, કનુભાઇ, વસંતભાઇ કૌશિકભાઇ રાજુભાઇ નો ખુબ જ સહકાર મળ્યો હતો. ( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: