Breaking News

Default Placeholder Default Placeholder

વન્યજીવન -ગુજરાતના વન્ય પ્રાણીઓ’, ‘પ્રવાસનની વિકાસ ગાથા’ તથા ‘ગુજરાત ટુરીઝમ કેલેન્ડર- 2025’નું લોકાર્પણ કરવામાં આવ્યું
ચિંતન શિબિર રાજ્યના વિકાસમાં પાયાના પથ્થર સમાન છે: ચિંતન શિબિરને કારણે જ ગુજરાતની વિકાસ યાત્રાને વેગ મળ્યો, ગુજરાતનવિકાસ યાત્રામાં નવા આયામ ઉમેરાયા અને ગુજરાત એક રોલ મોડલ તરીકે ઉભરીને દેશની સામે આવ્યું-મંત્રી શ્રી મુળુભાઇ બેરા

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ધાર્મિક સ્થળો પર લોકો આસ્થાથી નહીં, પણ વ્યવસ્થા જોઇને આવે તે ટુરિઝમ માટે જરૂરી છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી

તા.૦૭/૦૧/૨૦૨૫,ગાંધીનગર
ગુજરાત અમર્યાદિત સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ભૂમિ છે. ગુજરાતમાં જાજરમાન પર્વતોથી લઈને શાંત દરિયા કિનારા સુધી સ્થાપત્ય, અજાયબીઓથી લઈને આધ્યાત્મિક સ્થળો અને અભયારણ્યો સુધી દરેક સ્થળોનો ઐતિહાસિક વારસો અને ઇતિહાસ છે.
ગાંધીનગરની હૉટેલ તાજ ખાતે “હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત “ વિષયક ચિંતન શિબિર ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આજે યોજાઇ હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્ષ્ટિવંત નેતૃત્વ હેઠળ સોમનાથના પવિત્ર યાત્રાધામમાં 2024ની રાજ્યકક્ષાની ચિંતન શિબિર યોજાઈ હતી.જેના પગલે ગુજરાતના પ્રવાસન વિભાગે ભવિષ્યને આકાર આપતી દુરંદેશી વિકાસલક્ષી વ્યૂહ રચના અને પરિવર્તનકારી નિર્ણયના વિઝનને અનુલક્ષીને“હોલિસ્ટિક ડેવલોપમેન્ટ ઓફ ટુરિઝ્મ ઇન ગુજરાત” વિષય ઉપર તમામ વિભાગો સાથે મળીને મનોમંથન કર્યું હતું.


આ અવસરે મહાનુભાવોના હસ્તે ‘વન્યજીવન -ગુજરાતનાં વન્ય પ્રાણીઓ’, ‘પ્રવાસનની વિકાસ ગાથા’ તથા ‘ગુજરાત ટુરિઝમ કેલેન્ડર- 2025’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વના પ્રવાસીઓ ગુજરાતમાં વધુ સ્ટે કરે તો, વધુ રોજગારીનું સર્જન થાય અને ગુજરાતનો જીડીપી વધે એવા હેતુ સાથે વિવિધ વિષયો પર સત્રો પણ યોજાયા હતા.
ગુજરાતના તમામ વિભાગો પ્રવાસનને ઉદ્યોગ તરીકે વિકસાવવા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરે તે જરૂરી છે.આજે પ્રવાસન વિભાગની આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગ, વન અને પ્રયાવરણ ,શહેરી વિકાસ ,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ,મહેસૂલ, બંદર અને વાહન વ્યવહાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ, નિર્મલ ગુજરાત ,માર્ગ અને મકાન વિભાગ, જળ સંપત્તિ વિભાગ,શ્રમ અને રોજગાર, રમત ગમત વિભાગ, GRIT,સિવિલ એવિએશન , કુટિર અને ગ્રામોદ્યોગ,GPYVB,TCGL,કૌશલ્ય યુનિવર્સિટી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ પેનલ ડિસ્ક્શનમાં ભાગ લીધો હતો.


Principal ECONOMIC advisor and program Director Urban,NITI Ayog (SER,G-Hub)ના શ્રીમતી એના રૉયએ સુરત રિજિયન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
ગુજરાતને દેશનાં અગ્રણી પર્યટન સ્થળ તરીકે સ્થાન અપાવવા અને સચોટ દિશામાં વિચારોની આપ- લે માટે , પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી.


ગુજરાતમાં પ્રવાસનના સર્વગ્રાહી વિકાસ પર મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ચિંતન શિબિર એ ગુજરાતની વિકાસયાત્રામાં પાયાના પથ્થર સમાન છે એમ જણાવી કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીજીએ આપણી ભારતીય ચિંતન પરંપરાને નવું સ્વરૂપ આપીને એક નવો રસ્તો બતાવ્યો. પ્રાચીન કાળમાં દેશના ઋષિ –મુનિઓ આવી જ રીતે ચિંતન કરતાં અને સમાજના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે વિચારોનું મંથન કરતાં હતા. મોદીજીએ ભારતીય જ્ઞાન પરંપરાનો આ પ્રવાહ ફરી શરૂ કર્યો અને દેશ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સહ- ચિંતનથી જ સુશાસન લાવી શકાય છે. ચિંતન શિબિરને કારણે જ ગુજરાતની વિકાસ યાત્રાને વેગ મળ્યો, ગુજરાતની વિકાસ યાત્રામાં નવા આયામ ઉમેરાયા અને ગુજરાત એક રોલ મોડલ તરીકે ઉભરીને દેશની સામે આવ્યું.


તેમણે ઉમેર્યું કે, ક્યારેક એક વિચારથી ક્યારેક કોઈ નવતર પ્રયોગનું સર્જન થઈ જાય.. એક વિચારથી લાખો લોકોના જીવન બદલાઈ જાય.. એક વિચારથી સરકારી તંત્રમાં આમૂલ પરીવર્તન પણ આવી જાય. ચિંતન શિબિરના આયોજનથી એ સાબિત થયું છે કે એક ઉત્તમ વિચાર અને તેના સુચારું અમલથી પરીવર્તનને પાંખો મળે છે અને આપણા સાથી અધિકારીઓને નવી આંખો મળે છે.. એટ્લે કે નવું વિઝ્ન મળે છે.. નવો દ્રષ્ટિકોણ મળે છે..
રાજ્ય સરકાર પાસે અનેક વિષયો હોય, મુદ્દાઓ હોય; પરંતુ સોમનાથમાં પ્રવાસન જેવા વિષયને ચિંતનની મુખ્ય ધારામાં લાવવામાં આવ્યો તે જ બતાવે છે કે રાજ્ય સરકાર પ્રવાસન માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારે છે, એમ ઉમેરી મંત્રી શ્રી એ પ્રવાસન વિષયને મહત્વપૂર્ણ સ્થાન આપવા બદલ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘ખુશ્બુ ગુજરાત કી’, ‘કચ્છ નહી દેખા, તો કુછ નહી દેખા’ જેવા સ્લોગન હેઠળ આપણે પહેલા પણ ટુરિઝમની દિશામાં સારી સફળતા મેળવી છે.. રણોત્સવથી રણમાં ખીલ્યું ગુલાબ અને ધોરડો ધબકી ઉઠ્યું.. વિશ્વના સોથી વધુ દેશના લોકો આ રણોત્સવ માણવા આવી રહ્યા છે. આજે રણોત્સવ એ જીવનોત્સવ બન્યો છે. યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા કચ્છના આ ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આવતા લાખો પ્રવાસીઓને કારણે હવે કચ્છના સ્થાનિક કલાકારો અને કારીગરો આત્મનિર્ભર બન્યા છે. કચ્છનું સફેદ રણ હવે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે. રણની આ સફેદ રેતમાં વિકાસની રંગોળી પુરવાનું કાર્ય કરી રહ્યા છે, આ પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને મુખ્યમંત્રી શ્રીના વિચારોનું પરિણામ છે.એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો ની સફળતા પર વધુ ધ્યાન આપવા માટે પ્રવાસન વિસ્તારોમાં દબાણ, વિરાસત ક્ષેત્રોની જાળવણી, સ્વચ્છતા વગેરેનું વિશેષ ધ્યાન રાખતા શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે તે અંગે ચર્ચા કરી યોગ્ય પરિણામો મેળવી શકાશે.ખૂબ મોટા સમુદ્ર કિનારા સાથે જંગલો, મંદિરો અને પ્રવાસન સ્થળો છે, ત્યારે મીઠા આવકાર અને આદર્શ સાથે સંકલન વ્યવસ્થા થકી તુટતી કડીઓને જોડી ટુરીઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય આપણે સૌએ મળીને કરવા અને રાષ્ટ્રના કલ્યાણ કાર્યમાં તથા વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનમાં આપણે સહભાગી બનવા શ્રી મુળુભાઇ બેરાએ ઉચ્ચ અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
આ અવસરે પ્રથમ પેનલ ડિસ્કશન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત વિવિધ વિભાગોના વડાઓ હાજર રહીને વિવિધ સૂચનો કર્યા હતા.
ચિંતન શિબિરની આ ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ટુરીઝમ ડેવલોપમેન્ટ વિશે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ખૂબ મોટા પાયે રોજગારી ઊભી કરવા સાથે દરેક વર્ગના લોકોમાં ફાયદો મળી શકે તેવા છે નિશ્ચય સાથે ટુરિઝમનો વિકાસ કરવો જરૂરી છે.
મુળ ગુજરાતની વાત કરવામાં આવે તો મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, સફાઈ ન હોય ,રેસ્ટોરેન્ટ ન હોય , સ્ટે માટે વ્યવસ્થા યોગ્ય ન હોય તો પણ ટુરિસ્ટ ધાર્મિક સ્થળો પર આસ્થાના કારણે આવે છે. આસ્થા સાથે વ્યવસ્થા બદલાશે તો ટુરીઝમ સારું થશે,લોકો માત્ર આસ્થા નહીં પણ વ્યવસ્થા જોઇને આવે તે ટુરિઝમ માટે જરૂરી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય આકર્ષણનું કારણ તેની સ્વચ્છતા છે. આ વ્યવસ્થા અને ધાર્મિક સ્થળોની વ્યવસ્થામાં જે ફર્ક છે તેની પુરતી થશે તો જ ટુરિઝમને વેગ મળશે.
કોઈપણ પ્રોજેક્ટ ઉપર માત્ર કરોડો રૂપિયા ખર્ચવાથી સફળતા નથી મળતી.બદલાવ માટે ઈચ્છા શક્તિ ખૂબ જરૂરી છે. યોગ્ય વ્યવસ્થા થકી સ્વચ્છ સુયોગ્ય સ્થળ બને તેની ખાસ જરૂર છે. સફાઈની બાબતમાં ઢિલ ક્યારેય ન રાખવી, તે ટુરીઝમને ડેવલોપ કરવા માટે પ્રથમ મુદ્દો છે, ત્યાર પછી લો એન્ડ ઓર્ડર આવે છે. શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ટુરિસ્ટની સંખ્યાને ધ્યાને રાખી વ્યવસ્થિત રીતે ઊભી કરવા અને સ્વચ્છતાની સુયોગ્ય વ્યવસ્થા કરવા પણ મંત્રીશ્રી એ સૂચન કર્યું હતું.
કોઈપણ દુર્ઘટનાને રોકવા સાથે લોકોને સુરક્ષાનો અનુભવ કરાવવા માટેનું પણ એક આયોજન જરૂરી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્ય સચિવશ્રી રાજકુમારે એક્સપીરિઅન્સલ ટુરિઝમને વધુ સમૃદ્ધ બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે,દરેક ગામ, દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય, પ્રવાસન તરીકે વિકસે એ લક્ષ્ય રાખવાનું છે.આપણે પ્રવાસીના દરેક અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે.
પ્રવાસન વિભાગની આ ચિંતન શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે સેક્રેટરી ટુરીઝમ શ્રી રાજેન્દ્રકુમાર, પી. સી. સી. એફ શ્રી એ.પી સિંઘ, કમિશનર ઓફ સિવિલ એવિએશન ડોક્ટર ધવલ પટેલ, કમિશનર ઓફ ટુરીઝમ એન્ડ એમડી, ટીસીજીએલ શ્રીમતી છાકછુઆક, મેમ્બર સેક્રેટરી જી.પી. વાય. બી શ્રી રમેશ મેરજા, ટુરીઝમ સેક્રેટરી શ્રી રાજેન્દ્રકુમાર વગેરેએ પણ ઉપસ્થિત રહી પ્રવાસન ક્ષેત્રે રાજ્યને, નવી ઊંંચાઈઓ સુધી પોહોંચાડવા હાજર સર્વે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
…………………………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post