હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી

શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026
હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતેની જન્માષ્ટમીની ઉજવણી તેની વિશિષ્ટતા અને ભક્તો માટેના આધ્યાત્મિક તથા ભાવનાત્મક અનુભવ માટે
જાણીતી છે. મહા અભિષેક, ઝુલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણ રથ ઉત્સવ વગેરે દ્વારા સમગ્ર ઉત્સવ વધુ ભવ્ય અને આકર્ષક બન્યો.

યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો:
1. શ્રીકૃષ્ણ સંકીર્તન કોન્સર્ટ – શ્રી નંદલાલ છાંગા અને તેમની ટીમ દ્વારા રાત્રે 10:00 વાગ્યાથી.
2. સમગ્ર ઉત્સવ દરમિયાન સવારે 9:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી વિવિધ કલાકારો દ્વારા કૃષ્ણ ભજનોનું આયોજન
કરવામાં આવ્યું હતું.
ઉત્સવની વિશેષ વિશેષતાઓ:
1. ઉત્સવ દરમિયાન લાખો ભક્તો અને મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી. સૌને ફરાળી કૃષ્ણ પ્રસાદમ મેળવવાની તક મળી.
2. વિવિધ પ્રકારની મીઠાઈઓ, દૂધની વાનગીઓ, ફરસાણ વગેરે સહિત 1008થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણનેઅર્પણ કરવામાં આવી અને ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી. આ ઉપરાંત 151 કિલોગ્રામ વજનની વિશેષ શુદ્ધ શાકાહારી કેક પણ ભગવાનને અર્પણ કરવામાં આવી.

3. વિશેષ જન્માષ્ટમી અલંકાર – આ જન્માષ્ટમી નિમિત્તે હરેકૃષ્ણ મંદિરના શ્રી શ્રી રાધા માધવને સુગંધિત અને મનમોહક વસ્ત્રો
ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનને ભક્તો દ્વારા વિશેષ રીતે તૈયાર કરાયેલ શુદ્ધ રેશમી વસ્ત્રો અને પથ્થરોથી શણગારવામાં
આવ્યા હતા. દેવવિગ્રહના વસ્ત્રોને અનુરૂપ કિંમતી અને રત્નજડિત પથ્થરોના નવા આભૂષણો વૃંદાવનથી તૈયાર કરાવવામાં આવ્યા હતા. રંગ, ડિઝાઇન અને સામગ્રી અંગે છેલ્લા બે મહિનાથી વિશેષ આયોજન અને વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવવિગ્રહના દિવ્ય દર્શન ભક્તો માટે વિશેષ આનંદનો વિષય રહ્યા. સમગ્ર મંદિરને ભારતના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા સુગંધિત અને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

4. ઝુલન (હિંડોળા) સેવા – સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ માટે ઝુલન સેવા અર્પણ કરવામાં આવી હતી.
5. મહા અભિષેક – આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે મહારાજ નંદ અને માતા યશોદાએ દૂધ, ઘી,
મધ વગેરે જેવા મંગલકારી પદાર્થોથી બાલકૃષ્ણને સ્નાન કરાવ્યું હતું. એ જ ભાવનાને અનુસરીને હરેકૃષ્ણ મંદિર, ભાડજના ભક્તોએ શ્રી શ્રી રાધા માધવના દેવવિગ્રહોનો વિશેષ અભિષેક કર્યો. પંચગવ્ય, ઔષધીય વનસ્પતિઓ, ફળોના રસ અને પુષ્પો સહિત વિવિધ
મંગલકારી પદાર્થોથી દેવવિગ્રહોને અભિષેક કરવામાં આવ્યો. આ અભિષેકની વિશેષતા એ હતી કે સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિતકરવામાં આવેલા જળથી ભરેલા 108 કળશ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. મધ્યરાત્રિએ પરંપરાગત દીવાઓ સાથેભવ્ય મહા આરતી કરવામાં આવી.

6. મહા આરતી – ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે રાત્રે 12:00 વાગ્યે સંકીર્તન સાથે ભવ્ય મહા આરતી કરવામાં આવી.
7. 5 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં નંદોત્સવ અને વ્યાસ પૂજાની ઉજવણી કરવામાં આવી. વૈષ્ણવ ગુરુના પ્રાગટ્ય દિવસને વ્યાસ પૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલ પ્રભુપાદનો પ્રાગટ્ય નંદોત્સવના દિવસે, એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે થયો હોવાથી આ દિવસની વ્યાસ પૂજા મહોત્સવ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
8. ભક્તોએ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના સ્વરૂપે શ્રીકૃષ્ણના 21 લાખ નામોના જપનો સંકલ્પ કર્યો હતો. તમામ મુલાકાતીઓએ પણ આ જપ-યજ્ઞમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

9. રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ મંદિરની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો અને ભગવાન
શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
10. ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શ્રી અનુપમ સિંહ ગેહલોત, કમિશનર પોલીસ, અમદાવાદ સહિત અનેક અગ્રણી મહાનુભાવોએ પોતાના પરિવાર સાથે મંદિરની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
