Breaking News

Teachers are still not ready to live in tribal areas: Anandiben Patel rbi digital banking rules jan 2026 consumer protection

શ્રી અમિતભાઈ શાહ-

  • દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને તીર્થસ્થાનોના પુનરુત્થાનનું વિરાટ કાર્ય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું
  • વિદેશોમાંથી ૩૬૦ જેટલી પ્રાચિન પ્રતિમાઓનું પુનઃસ્થાપન છેલ્લા ૯ વર્ષમાં થયું
  • પવિત્ર ગંગા નદીનું ગુણાત્મક શુદ્ધિકરણ, ભારતીય ભાષાનું સન્માન વધારવાનું કામ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપા હંમેશા વરસતી રહે તેવી કરી પ્રાર્થના
**

સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં નૂતન ભોજનાલયની તકતીનું અનાવરણ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ ભોજનલયના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગોપાળાનંદ સ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત શ્રી સાળંગપુર ધામમાં આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ નિમિતે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતા દુઃખ દર્દ અને સંકટ આવે ત્યારે શ્રી કષ્ટભંજન દેવની યાદ આવે. જેનો વ્યક્તિગત અનુભવ મને પણ છે.

શ્રી અમિત શાહે ઉમેર્યું કે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની કરેલી આજીવન સેવાનું પુણ્ય આ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં મૂક્યું જેનો પ્રતાપ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. દાદાના દર્શને આવતા તમામ ભાવિકોને સારી રીતે દર્શન થાય એટલું જ નહીં ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા મળે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું કદાચ આ પહેલું તીર્થસ્થાન બન્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના વિશે જણાવતા શ્રી શાહે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીબિહારી વાજપેયી અને શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ મુંબઈમાં ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી હતી. દાદાના પ્રતાપે આજે ૧૬ રાજ્યો અને ૪૦૦થી વધુ બેઠકો સાથે કેન્દ્રમાં સરકાર છે.

તેઓશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વભરમાં બુલંદ કરવાનું કામ થયું છે. ૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈની ઇચ્છાશક્તિથી ૩૭૦ની કલમ નાબૂદ થઈ. આ પગલાંથી ભારતના સામાન્ય નાગરિકોના મનમાં સંતોષ થયો.

તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં ભારતીય સંસ્કૃતિના તીર્થસ્થાનોના જીર્ણોદ્ધારનું વિરાટ કાર્ય થયું. કેદારનાથ ધામ, શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર, અંબાજીમાં ભવ્ય મંદિર, સોમનાથને સુવર્ણ જડિત કરવાનું કામ, પાવગઢમાં સદીઓ બાદ ધર્મ ધજા લહેરાવવાનું કામ સહિતના કાર્યો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ માટે હજારો સંતો અને વીર યોદ્ધાઓએ બલિદાન આપ્યું, શ્રી રામ મંદિરનું નિર્માણ એ તેમનું સૌથી મોટું સન્માન છે. એમ તેમણે ઉમેર્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: