
સીનીયર સીટીઝન ડલાસ, ગુરુકુળ 2024 ના વર્ષની પહેલી મીટીંગ તારીખ 4થી ફેબ્રુઆરીના
રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર ગુરુકુળના હોલમાં સવારે 10 વાગે મળી હતી. પ્રથમ મંદિરના વિદ્વાન સ્વામી શ્રી
ભગવતચરણદાસજીના આશિર્વાદ લીધા હતા. સ્વામીએ સીનીયર સીટીઝન ભાઈ બહેનોને ભગવાન સાથે રાખીને
2024ના વર્ષમાં સમાજલક્ષી સારોં કાર્યો કરવાની શીખ આપી હતી.

મંદિરો સમાજના ઉત્થાન અને માનવ જીવનના
કલ્યાણ માટે સંસ્કૃતિનું જતન થાય તેવાં કાર્યો સતત વિવિધ અવિરત કરે છે અને મંદિરનું મહત્વ ધર્મ કાર્ય માટે
કેટલુ છે તેની સમજ આપી હતી. સાથે સાથે માર્ચ મહિનામાં વંદુ સદસ્ત્ર પાઠની જાણ કરી હતી.

ત્યાર બાદ 10. 30.
કલાકે સૌ ચા પાણી કરી મંદિરના સભાખંડમાં પોત પોતનું સ્થાન લઈ લીધું હતું. પ્રથમ વિનુભાઈ પટેલે સૌનું
સ્વાગત કરેલ અને નીરવાબેન શાહે પ્રાર્થના કરી ભગવાન રામની સ્તુતિ કરી હતી. ત્યારબાદ આજના મુખ્ય
મહેમાન ધીરુભાઈ બાબરીયા, દિલીપભાઈ પુનાતર અને પ્રમોદભાઈ શાહીવાલાનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરેલ
અને મહેમાનોને હાથે દીપ પ્રાગટ્ય કરાવેલ. આ પ્રસંગે ધીરુભાઈ બાબરીયા કે જેઓ ગુરુકુળ મંદિરના ટ્રસ્ટી છે
તેમનો પરિચય વિનુભાઈ પટેલે આપેલ. દિલીપભાઈ પુનાતર અને પ્રમોદભાઈ શાહીવાલાનો પરિચય
સુભાસભાઈ શાહને આપેલ.

જે સભ્યોની જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જન્મ તિથિ આવતી હોય તે બધાજ
સભ્યોને સભા મંચ પાસે બોલાવી પ્રમોદભાઈ શાહીવાલા અને કનુભાઈ પટેલે જન્મ તિથિને સુસંગત ગીત ગાઈ
સુભેછા પાઠવી હતી. આ પ્રસંગે ધીરુભાઈ બાબરીયાએ સીનીયર સીટીઝન શુભેછા પાઠવી ને સીનીયર સીટીઝન
ભાઈ બહેનોને મોટી ઉંમરે ઉદભવતા પ્રશ્નોની માહિતી આપી તે પ્રશ્નોના નિરાકરણના ઉપાયો પણ સમજાવ્યા હતા.
ત્યારબાદ વિનુભાઈ પટેલે 2024ની નવી કમિટી બનાવી તેની જાહેરાત કરી હતી.

કમીટીના હોદેદારો અને
કારોબારી સભ્યોના નામ આ મુજબ જાહેર કરવામાં આવ્યા. 1. પ્રમુખ : માધુભાઈ પટેલ. 2: ઉપ પ્રમુખ : રોમાબેન
પીઠડિયા. 3: મંત્રી : મનસુખભાઇ પાનસેરિયા 4. ખજાનચી : અજયભાઇ શાહ. 5. પોગ્રામ આયોજક. ડાક્ટર
વિઠ્ઠલભાઈ બલર 6. રસોઈ આયોજક. પ્રવીણભાઈ ઠક્કર. ——————-કાર્યવાહક કમિટી સભ્યો 1. સુભાસભાઈ
શાહ. 2. વિનુભાઈ પટેલ. 3. રાવજીભાઈ પટેલ. 4. અશોકભાઈ રૂપાણી. 5.. ——————- ભારતનો ગણતંત્ર
દિવસ 26મી જાન્યુઆરી, શ્રી રામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિસ્થા અને ઉત્તરાયણ તહેવારોની તહેવારના
અનુરૂપ સ્લોગન, ગીતો ગાઈ ઉજવણી કરવામાં આવી.

શ્રી દિલીપભાઈ પુનાતરે ગણતંત્ર દિવસ કેમ ઉજવાય છે
અને ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીએ અમલમાં આવ્યું તે અંગેની સુંદર સમજૂતી આપી. સાથે સાથે
વંદેમાતરમ, ભારતમાતાકી જય જેવા નારા સાથે બધા જ ભાઈ બહેનોએ સરગસના સ્વરૂપમાં રેલી કાઢી હતી.
અંતમાં સુભાસભાઈ શાહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. છેલ્લે સ્વામિનારાયણ મંદિર દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ
મન રૂચિકર ભોજન લઈ છુટા પડ્યા.
MADHUBHAI PATEL
PRESIDENT