Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું – ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

H S June 27, 2023
27 ru1

……….
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મદદનીશ પ્રાધ્યાપક ઉમેદવારોને હુકમ પત્ર એનાયત
……..
૨૦ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨)ને ગાંધીનગર ખાતે હુકમ પત્ર એનાયત કરાયા
…….
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિ

…….

રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિયુક્ત ૨૦ મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨) ને હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે હુકમ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.


રાજ્યની સરકારી કોલેજોના વિવિધ વિદ્યાશાખામા GPSC દ્વારા નિમણૂક પામેલ ૨૦ (વીસ)મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ-૨) ને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શિક્ષણ પરિવારમાં જોડાઈ રહેલા તમામ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક ભાઈઓ અને બહેનોને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ક્ષણે તેમણે તમામને હક સાથે પોતાની ફરજો પ્રત્યે પણ પ્રામાણિક રહેવાની શીખ આપી હતી.


શિક્ષણ એ કોઈપણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું હોવાનું કહીને મંત્રી શ્રી એ નવનિયુક્ત તમામ શિક્ષકોને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ આપી હતી.
આ નવનિયુક્ત ૨૦ મદદનીશ પ્રાધ્યાપક માંથી ૧૦ ને પ્રાણીશાસ્ત્ર, ૪ ને સંસ્કૃત, ૨(બે) સમાજશાસ્ત્ર /સામાજિક વિજ્ઞાન , ૩ ગણિત-વિજ્ઞાન અને ૧ ને અર્થશાસ્ત્ર વિભાગમાં ફરજ માટે હુકમ એનાયત થયા છે.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, કમિશ્નર શ્રી પરિમલ પંડ્યા , વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઊંઝા ખાતે રૂ.૨ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરાયો : ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા
Next: અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો: એક મહિનો ચાલેલા કેરી મહોત્સવમાં ૨.૯૪ લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ
Follow

Recent Posts

  • PM Modi Video: લાલ કિલ્લા પર પહોંચતા પહેલા પીએમ મોદીએ મોર અને ગાયોને ખવડાવ્યો ચારો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
  • સોલાર પેનલનો નવો વિકલ્પ! ઘરની છત પર વિન્ડ ટર્બાઇન લગાવીને 24 કલાક મેળવો મફત વીજળી
  • મહારાષ્ટ્ર FDAએ Blinkit, Zepto અને Instamart સાથે જોડાયેલા 14 લાયસન્સ સસ્પેન્ડ કર્યા
  • 4 મિનિટમાં 900 કર્મચારીઓને કાઢી મૂકનારા CEO વિશાલ ગર્ગને કંપનીએ પદ પરથી હટાવ્યા
  • 110 દેશોના iPhone યુઝર્સ પર સ્પાયવેર એટેકનું જોખમ, Apple એ જાહેર કરી ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.