Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪

Chief Editor January 12, 2024
12 bu4

બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ

વિકાસ માટે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અતિ આવશ્યક છે. યાતાયાતના અતિ ઝડપી સાધનોની સાથો સાથ વિકાસની ઝડપ સાથે ગતિ મિલાવતા ફ્યુચરિસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


ગુજરાતના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતા વિવિધ મોડેલ્સ અને પ્રોજેકટ મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે. ખાસ કરીને ભારતની સૌપ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની માહિતી મુલાકાતીઓ મેળવી રહ્યા છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુર ઝડપે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પેલિયનમાં એક સ્ટીમ્યુલેટર મૂકવામાં આવ્યું છે. જેમાં બેસીને બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાય છે.


આ ઉપરાંત ડાયમંડ આકારમાં બનનારા સુરત રેલ્વે સ્ટેશન,અમદાવાદ રેલવે સ્ટેશન, બોરિંગ મશીનના વિવિધ મોડેલ્સ મુલાકાતઓ રસપૂર્વક રીતે નિહાળી તેની માહિતી મેળવી રહ્યા છે. ડોમ નંબર 10માં કોડી ટેકનોલોજી લિમિટેડ અમદાવાદના પેવિલિયમમાં યુવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે.આ સ્ટોલમાં રોબર્ટના પાંચ મોડલ્સ મૂકવામાં આવ્યા છે .જેમાં ડેસર- સર્વિંગ રોબો,એથેલા- સિક્યુરિટી એન્ડ સર્વેલંન્સ રોબૉ, વલકન- ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ ક્લિનિંગ રોબો, ટેલોર્સ -રોબોટિક આર્મ જેવા રોબોટના મોડેલ પ્રદર્શનમાં મુકાયા છે. આ ઉપરાંત સ્કંધ રોબોનું વર્કિંગ મોડેલ પણ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે કાર્ય કરવા માટે ડિઝાઇન કરેલ સ્કંધ રોબોટ પર્સનલ સેક્રેટરી બનવાની ક્ષમતા ધરાવે છે. આ રોબોટ સાથે ફોટો પડાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોલેરા સ્માર્ટ, સિટી, ધોલેરા એરપોર્ટ, ગિફ્ટ સિટી ,મેટ્રો ટ્રેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન,એલ એન્ડ ટીના સ્ટોલ ખૂબ માહિતીસભર બની રહ્યા છે

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા’સ્વામી વિવેકાનંદજી’ની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ખાતેપુષ્પાંજલિ અર્પણ કરતાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
Next: વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું સન્માન કરાયું
Follow

Recent Posts

  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.