Breaking News

તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેસરિયા તથા મહાનુભાવોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો

નવા ભારતના નિર્માણની દિશામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે શિક્ષણવિદો સહિતના મહાનુભાવો દ્વારા થનાર મનોમંથન શિક્ષણસ્તરને વધુ મજબુત કરશે : મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

રાજપીપલા, બુધવાર :- સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા એકતાનગર સ્થિત ટેન્ટસીટી-૨ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ ના પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સ “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦” માં શિક્ષણવિદો અને તજજ્ઞો વચ્ચે થનારા મનોમંથનની પૂર્વ સંધ્યાએ ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેસરિયા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશ કુમાર તથા વાઈસ ચાન્સેલરશ્રી અને રજીસ્ટારશ્રીઓની ઉપસ્થિતિમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે સંપૂર્ણ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના અમલીકરણ થકી નવા ભારતના નિર્માણની દિશામાં શિક્ષણવિદો સહિતના તમામ મહાનુભાવો દ્વારા થઈ રહેલા મંથનના આ સકારાત્મક પરિસંવાદ દ્વારા શિક્ષા પ્રણાલી વધુ મજબુત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, આજે ટેક્નોલોજી ક્ષેત્રે ખુબ પ્રગતિ થઈ છે ત્યારે વિચારો, ક્રાંતિ અને નવનિર્માણની આ ૨૧ મી સદીમાં ભારત દેશનું નેતૃત્વ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગવા વિઝનથી કરી રહ્યાં છે, ત્યારે દેશના નવયુવાનો ડિફેન્સ, ઇજનેરી સહિતના ક્ષેત્રોમાં સહભાગીદારી નોંધાવી પોતાની ભૂમિકા અદા કરે તેવા આશય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને કેન્દ્રીય કેબિનેટમાં પ્રસ્તાવ કરાયો હતો.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આશય બાળકો-યુવાનોના જ્ઞાનમાં વધારો કરવા સહિત રોજગાર અને ઉદ્યમીતામાં વધારો કરવાનો છે. રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૦૮ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડવા તથા NAAC એક્રેડિશન લઈ અપર્ગેડ કરી શિક્ષાના સ્તરને વધુ મજબુત કરવા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે માર્ગદર્શિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: