રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને અન્ય મહિલા આગેવાનોએ રાખડી બાંધી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા તથા અન્ય મહિલા આગેવાનોએ રાજ્યપાલશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુ અને લોક કલ્યાણ માટે સદાય કર્તવ્યરત રહેવાની કામના કરી હતી.