Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

રાજકોટ થી મહેબૂબનગર (તેલંગાણા) વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

H S April 1, 2023
1-4 train

ટિકિટો નું બુકિંગ 3 એપ્રિલથી

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે રાજકોટ અને મહેબુબનગર (તેલંગાણા) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ [12 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબુબનગર સ્પેશિયલ 10.04.2023 થી 26.06.2023 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને મંગળવારે 19.35 કલાકે મહેબુબનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ મહબૂબનગર થી 11.04.2023 થી 27.06.2023 સુધી દર મંગળવારે 21.35 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશા માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09575 માટેનું બુકિંગ 3 એપ્રિલ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ ખાતે રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર (DHEW)નું ઉદ્ઘાટન
Next: નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ આયોજિત કૉન્ફરન્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન
Follow

Recent Posts

  • ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’
  • લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ
  • Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો
  • ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
  • સુરત ફેક કરન્સી કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.