Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ રજૂ કરી દેશ – વિદેશના મુલાકાતીઓ કર્યું મનોરંજન

Chief Editor January 12, 2024
12 ga1

ગુજરાતનો ગરબો, મણિયારો રાસ, ડાંગી નૃત્ય, રાઠવા નૃત્ય, દાંડિયા રાસ, હુડો, મંજીરા, સીદી ધમાલ લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર

મહારાષ્ટ્રનું લાવણી અને મધ્યપ્રદેશનું બધાઈ, રાજસ્થાનનું કાલબેલિયા, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ લોકનૃત્ય કર્યું રજૂ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને ભવ્ય વારસાને પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો થકી ટ્રેડ શોમાં ૧૯૦થી વધુ કલાકારોએ મુલાકાતીઓનું મનોરંજન કર્યું હતું. ટ્રેડ શો જોવા આવેલ મુલાકાતીઓએ પ્રદર્શન જેટલું જ આ લોકનૃત્યોને રસપૂર્વક નિહાળ્યા અને માણ્યા હતા. આ લોકનૃત્યોનો સાથે ઝૂમીને આનંદ મેળવ્યો હતો.

ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્ય આદિવાસી મેવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, પઢાર નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ, ગરિયા નૃત્ય, સિદ્દી ધમાલ નૃત્ય, હુડો, ટીપણી નૃત્ય, બેડા ગરબા જેવા થકી ટ્રેડ શોમાં અલગ અલગ પોડિયમ પર લોકનૃત્ય કર્યા હતા.

આ ઉપરાંત મહારાષ્ટ્રનું લાવણી, મધ્યપ્રદેશનું બધાઈ, પંજાબનું ભાંગડા, અસમનું બામ્બુ, ગોવાનું પોર્ટુગીઝ, હરિયાણાનું ઘુમર લોકનૃત્ય કરી દેશ – વિદેશમાંથી પધારેલા મુલાકાતીઓને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિશે પરિચય કરાવ્યો હતો.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓનો જમાવડો.
Next: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
Follow

Recent Posts

  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.