17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં પરિણામો સંતોષકારક રહ્યાં

પશ્ચિમ રેલવે મુસાફરો અને રેલવે કર્મચારીઓને સુરક્ષિત તથા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ જ ક્રમમાં, નિયમિત પીવાના પાણીની ગુણવત્તા દેખરેખ કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 17થી 24 ઑક્ટોબર, 2026 દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા માટે કુલ 529 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેનાં તમામ પરિણામો સંતોષકારક જણાયાં હતાં.
અમદાવાદ મંડળમાં 17થી 24 ઑક્ટોબર, 2026 દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા માટે કુલ 529 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેમાં 466 અવશિષ્ટ ક્લોરીન (Residual Chlorine) પરીક્ષણો અને 63 બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણોનો સમાવેશ થાય છે. તમામ પરીક્ષણોનાં પરિણામો સંતોષકારક રહ્યાં હતાં, જેના પરિણામે બંને પરીક્ષણ માપદંડોમાં 100% અનુપાલન નોંધાયું હતું.

આ દેખરેખ પીવાના પાણીની નિર્ધારિત ગુણવત્તા જાળવવા માટે મંડળના તબીબી વિભાગ અને સંબંધિત રેલવે કર્મચારીઓના સતત પ્રયાસોને દર્શાવે છે. મુસાફરો અને રેલવે કર્મચારીઓના સ્વાસ્થ્ય તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિત પરીક્ષણો અને અસરકારક દેખરેખ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ ક્રમમાં, રેલવે સ્ટેશનો પર પીવાના પાણીના કૂલર અને નળમાં ઉપલબ્ધ પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અવશિષ્ટ ક્લોરીન તથા કુલ ઓગળેલા ઘન પદાર્થો (TDS)ની તપાસ પણ નિયમિતપણે કરવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ રેલવે સ્ટેશનો અને અન્ય રેલવે પ્રતિષ્ઠાનો પર સુરક્ષિત તથા સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિયમિત જળ ગુણવત્તા દેખરેખ પ્રત્યે પ્રતિબદ્ધ છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
