Breaking News

પરમાત્માને ખોટી જગ્યાએ ખોટી રીતે શોધ કરવાની કુટેવ પડી ગઈ છે,
આજના સમાજમાં સામાન્ય બુધ્ધિની કક્ષાએ જીવતા અજ્ઞાની લોકો પરમાત્માને શોધવા માટે ખોટી જગ્યાએ ,ખોટી રીતે
કોઈનાં કહેવાથી જવાની કુટેવ પડી ગઈ છે, જેથી આજે વિકૃત ધર્મના વ્યર્થ પ્રદર્શનો દેખાવો શોભા યાત્રાઓ અને કથાઓમાં
માણસો પોતાનો સમય શક્તિ બરબાદ કરી રહ્યા છે, ત્યાંથી તેઓ કશું પણ પ્રાપ્ત કરતાં જ નથી સિવાય કે અહંકારને પોષણ
જરુંર મળે છે , અહકાર જ તમામ દુખોનો રાજા છે, માટે લોકો દુખ ચિંતમા જ સબડતા જોવા મળે છે, આજ વિકૃત ધર્મની દેન
છે ,
ધર્મ એટલે આત્મિક સત્યને અંતરમાંથી પરમ સત્યને ઉપલબ્ધ કરતાં શીખવું એનું નાંમ ધર્મનું અનુસરણ આત્મિક સત્ય જેવો
બીજો કોઈ મિત્ર આ જગતમાં નથી, તે મિત્ર જ માણસને આત્મ જ્ઞાનમાં સ્થિર કરશે જ અને પરમ શાંતિ અને આનંદ આપી
પ્રસન્ન ચિત્તમાં સ્થિર કરશે જેથી, જીવનના તમામ દુખો નો નાશ થશે,દુખ મુક્તિ જ માનવ જીવનનો ધ્યેય હોય છે, જે પ્રાપ્ત
થાય છે, આજ સત્ય ધર્મ બને છે,,
આમ આત્મિક સત્ય એક ભાવિ ઉન્નતિની સીડી છે, જેના પર ચડવાથી જ ભીતરમાં આત્મિક સત્યને જાગૃત કરવા માત્રને
માત્ર આત્મ ચિંતન અને આત્મ મંથન જ કરવાનું છે, અને મગજમાં રહેલા તમામ રાગ દ્વેષ અહંકાર નકારાત્મક વિચારોને
ચિંતા જનક હતશાઓને પૂર્ણ રૂપે દૂર મૂકવાના છે ,અને તમામ પ્રકારના ભયથી, સંશયથી અને શંકાઓથી મુક્ત થવાનું છે, જો
તમો આત્મિક ચિંતન મનન કરી તમારા ચિત્તને શુધ્ધ કરશો એકાગ્ર કરશો અને પદાર્થની પકડથી મુક્ત કરશો એટલે પૂર્ણ રૂપે
તમો મુક્ત જ થશો આનું નામ જ સત્ય ધર્મનું અનુસરણ છે,,
આજ માણસને પોતાની આત્મિક શક્તિની નિસરણી દ્વારા ઉપર ચઢવાનો શાંતિ દાયક અને આનંદ દાયક માર્ગ છે, આજે
જેઓ પણ પરિવર્તિત થવાની ઈચ્છા મહેચ્છા રાખીને જીવે છે, તેને ખ્યાલ જ નથી કે બીજાની નિસરણી દ્વારા કદી
ઉપર ચડી શકાતું જ નથી, તે માટેતો પોતાની નિસરણી દ્વારા જ ઉપર ચડવું જોઈએ, તોજ નિર્ધારિત સ્થળે પહોંચી શકાય,
આ સૃષ્ટિમાં માણસનું જીવતર આપો આપ વ્યર્થ નથી જ જતું આપણે જ જીવનની વ્યર્થતા માટે મુખ્ય જવાબદાર જ છીએ,
તમો કાથીના ખાટલે વાહો ધસૉ અને લોહીના ટસિયા નીકળે નહીં તેવું બને જ નહીં, એટલે તમો વિકૃત ધર્મનું અનું સરણ
કરો અને પરમ શાંતિ અને આનંદની આશા રાખો તે વ્યર્થ જ છે, , ત્યાં દુખ સિવાય કાઇ હાથમાં આવે જ નહીં,, કારણ ત્યાં
સત્ય જ હયાત નથી , એટલું હ્રદયથી જાણો, જયા સત્ય હયાત નથી ત્યાં અસત્ય જ હાજર હોય તે સ્વાભાવિક છે, અને
અસત્ય એટલે દુખ અને ચિંતા તનાંવનું પડીકું છે, આ પડીકું લઈને આપણે ધાર્મિક સ્થળેથી પાછા ફરીએ છીએ,તે આજની વિકૃત
ધર્મની વાસ્તવિકતા છે,,
સત્ય સ્વરૂપ ધર્મનો અર્થ છે, જીવનમાં સદવર્તન અને સત વર્તન આચરવાનો આત્મિક સત્ય સ્વરૂપ નિયમ જે કોઈપણ
જગ્યાએ આજે થતી વિકૃત ધર્મની ધાર્મિક ક્રિયા અનુષ્ઠાન કરતાં વધુ ફળદાયી છે,, અને આપણને પોતાને જે અંતરથી પ્રતિકૂળ
લાગતું હોય તેવું કોઈપણ વર્તન બીજા કોઈ સાથે કદી પણ ,જાગૃત કે અજાગૃત અવસ્થામાં કરવું જ નહીં તેજ સત્ય ધર્મનું
અનુસરણ બને છે,,
જીવનમાં આત્મામાં ધ્યાન લગાડીને એકાગ્ર થવું તેજ શુધ્ધ આત્મ સ્થિતિમાં પરમાત્માની નજીક રહેવું છે, તેમાં જ સત્ય ની
પ્રાપ્તિ રહેલી છે,, આમ આંતરિક શુધ્ધિ માંટે જીવનમાં સંયમ અને આત્મિક સત્ય બંને જોઈએ તો જ આત્મ શુધ્ધિ ઉપલબ્ધ
થાય , આમ દરરોજ અંતરની શુધ્ધ હ્રદયથી થતી પ્રાર્થના દ્વારા આપણે ધારેલું સદ પરિણામ ઉપલબ્ધ થાય , આમ પ્રાર્થના એ
દીલને શુધ્ધ કરવાનું મોટું યંત્ર છે,પણ તે શુધ્ધ દિલથી થવી જ જોઈએ , આપણે સત્ય ધર્મનાં આચરણ દ્વારા જ આપણી
જડતા અને બુધ્ધિની મંદતાંને જીતીને આપણી આંતર શક્તિને મોકળી કરવાની છે,
જીવનમાં સત્ય ધર્મ દ્વારા આપણી બુધ્ધિને કે હ્રદયને જડ બનાવી દેવાનું નથી, આમ આધ્યાત્મિક પ્રાર્થનામાં એકજ આશા
રાખવાની છે, કે દિલની સફાઇ પ્રાર્થના દ્વારા કરવાની છે ,જો દિલની સફાઇ આંતર પ્રાર્થના દ્વારા એક વાર થઈ જાયતો
લાંબે સુધી ટકે છે,અને આપણાં સદ અને સત વર્તનમાં મદદ રૂપ થાય છે, જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ ધર્મનું અનુસરણ
કરવાથી ચિત્ત અંતર્મુખ બને છે દ્રષ્ટિ નિર્મળ બને છે અને જીવનમાં કોઈને બનાવીને સ્વાર્થ સાધવાનું મંન થતું નથી કારણ કે
ચિત્તમાં પદાર્થની પકડ હોતી જ નથી એજ મોટી સિધ્ધી બને છે,

આજના વિકૃત ધર્મના કારણે ચિત્તમાં પદાર્થની પકડ મજબૂત હોય છે, જેથી માણસ પાસેથી પવિત્રતા અને સત્યતા છીનવાઇ
જાય છે, પરિણામે તે વિવેક ભ્રષ્ટ બને છે અને લાલચ મોહ વગેરે નો શિકાર બની પોતાની ધનેષણા કોઈપણ માર્ગે સંતોષવાની
સતત કોશિશ કરે છે, તેમાં જ પોતાનું ચિત્ત પરોવાયેલું હોય છે પરિણામે ધન પ્રાપ્તિના ભ્રષ્ટ માર્ગો અપનાવે છે, આનું કારણ
એ છે કે વિકૃત ધર્મ આચારનાર કદી પણ પોતાના આત્મિક સત્યમાં સ્થિર હોતો જ નથી , જેનું આ પરિણામ ભ્રષ્ટ માર્ગો છે,
ધનની એ મહાન ખૂબી છે કે ગમે તેટલું અશુદ્ધ માર્ગો દ્વારા ભેગું કર્યું હોય તો પણ એમાંથી દુર્ગંધ આવતી જ નથી એટલે
ધનના અસલી રૂપનો આપણને ખ્યાલ જ આવતો નથી,
માણસ સુખ આવે ત્યારે છકી જતો હોય છે અને દુખ આવે ત્યારે હેબતાઈ જાય છે એનું કરણ એ છે કે તે આત્મિક સત્યમાં
સ્થિર હોતો નથી જેથી તેમનામાં સમતા હોતી જ નથી સમત્વ એજ સત્ય ધર્મની સિધ્ધી છે ,આજે માણસના જીવનમાં બધુ
જ બરાબર ચાલશે એમ માનીને ચાલવાની મનોવૃત્તિ સુખનું સ્વાગત કરે છે અને દુખ આવે ત્યારે પણ માણસ હતાશ અને
નિરાશ થઈ જાય છે,તે બરાબર નથી પણ આત્મ બળ વધુ દૃઢ બનાવી દુખો પણ સ્વસ્થ ચિત્તએ સહન કરવા એજ ઉત્તમ રીત
છે , તત્વચિંતક વી પટેલ ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: