Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે:ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે:ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Chief Editor August 28, 2023
26 ha1

ગૃહ રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષે સ્થાને આજે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમ ની કામગીરીની રીવ્યુ બેઠક યોજાઈ

25-8

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.

આજે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમ ની કામગીરીની રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરતા મંત્રી શ્રી સંઘવી એ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.ત્યારે સમગ્ર પોલીસ દળ એક યુનીક ડીઝાઇન અને કોન્સેપ્ટ સાથે કામગીરી કરશે તો પ્રજાજનોને વધુને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ફકત નોડલ એજંસી તરીકે ન રહેતા તેઓએ તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે.અભય કોલ પર જ્યારે કોલ આવે ત્યારે જે ટીમ જાય છે તેમા શી ટીમનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત એનડીપીએસ અને સાયબર ક્રાઇમની કામગીરીને વધારે અસરકારક અને વ્યાપક બનાવવા સંબંધિતોને સૂચનાઓ આપી હતી. તેમજ રાજ્યમાં ગુમ થયેલ બાળકોને શોધવાની કામગીરી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા


માટેની સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં એકશન પ્લાન બનાવી વધુ સધન કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

આ રીવ્યુ બેઠકમાં પો.મ.નિ. અને મુ.પો.અ.શ્રી અને અ.પો.મ.નિ. (સીઆઇડી ક્રાઇમ) અને સીઆઇડી ક્રાઇમના રાજ્યના તમામ નાયબ પોલીસ અધીક્ષકશ્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ દ્વારા મંત્રીશ્રી સમક્ષ સીઆઇડી ક્રાઇમની કામગીરીઓ નુ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને જરૂરી વિગતો પુરી પાડી હતી.


About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ
Next: ફેમિલી ડૉકટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર માટે આહ્વાન કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.