Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

Chief Editor July 6, 2026
6-7 shy4

પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની

125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →


———
ગુજરાત વિધાનસભા પોડિયમમાં શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્ર સમક્ષ આદરાંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ ભાવવંદના કરી હતી.

ગુજરાત વિધાનસભા પોડિયમમાં રાખવામાં આવેલા સ્વ. શ્યામાપ્રસાદજીના તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપુષ્પ અર્પણ કર્યા હતા.

 

મુખ્યમંત્રીશ્રીએ ડૉ. મુખર્જી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એક ટ્વિટમાં જણાવ્યું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકારો માટે છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો હતો.

એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનની નીતિ દૂર કરવાનું તેમનું વિઝન આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થયું છે. ડૉ. મુખર્જીના વિચારો અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સૌના હ્રદયમાં માતૃભૂમિ પ્રત્યે સમર્પણની જ્યોત સદાય પ્રજવલિત રાખશે એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડીયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તે અવસરે વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો શ્રીમતી રીટાબહેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ શ્રી ડૉ. આશિષ દવે તેમજ ઉપ મેયરશ્રી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિધાનસભા સચિવ શ્રી પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
Next: રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.