Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી

Chief Editor September 28, 2026
28 sw1

ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી

 

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા સુદ ચતુર્થીના પાવન દિને બુદ્ધિ અને સિદ્ધિના દાતા, વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતા સાથે હિન્દુ સંસ્કૃતિમાં આ પર્વ અનેરા ઉલ્લાસથી ઉજવાય છે. હિન્દુ ધર્મમાં પ્રત્યેક શુભકાર્યના આરંભે પ્રથમ પૂજનીય ગણાતા શ્રી ગણેશજીના આગમનથી ઘર-ઘર અને મંદિર-મંદિરમાં શુભ અને લાભના દ્વાર ઉઘડે છે, તેવી શ્રદ્ધા સાથે હરિભક્તો ભાવભેર આ ઉત્સવની રાહ જુએ છે. આ પાવન પરંપરાને અનુસરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, ડલાસ ખાતે તારીખ ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગણેશ ચતુર્થી મહોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવણી રાખેલ છે. સોમવાર, તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૩૦ કલાકે શ્રી ગણેશજીના શુભાગમન સાથે સ્થાપનાવિધિ સંપન્ન થઈ, ત્યારબાદ ૭:૦૦ કલાકે આરતી-સ્તુતિ કરવામાં આવી. ગુરુકુલના સંતોના સાનિધ્યમાં સંપન્ન થયેલ આ મંગલ પ્રસંગે ૧૦૦થી વધુ હરિભક્તોએ ઉપસ્થિત રહી અહોભાવપૂર્વક દર્શનનો લાભ લીધો, અને સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું. આ ઉત્સવ દરમિયાન બાલ સંસ્કાર વર્ગના બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને ભક્તિભાવથી માટી, લેગો તથા અન્ય સાધનસામગ્રીનો ઉપયોગ કરી ૩૦થી વધુ નાનકડી સર્જનાત્મક ગણેશ મૂર્તિઓનું નિર્માણ કર્યું, જે નિહાળી ઉપસ્થિત સૌ હરિભક્તોએ બાળકોની ભક્તિ અને સર્જનાત્મકતાની ભારે પ્રશંસા કરી. સમગ્ર સપ્તાહ દરમિયાન સાંજે ૬:૩૦ કલાકે પૂજનવિધિ અને ૭:૦૦ કલાકે આરતી-સ્તુતિનો નિત્યક્રમ રાખેલ છે, જેમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્ય લાભ લે છે. શનિવાર, તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકે સત્સંગ સભા દરમિયાન ભાવભીની વિદાય સાથે શ્રી ગણેશજીના વિસર્જનવિધિનું આયોજન રાખવામાં આવેલ છે તો સહુ ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા જરૂર પધારશો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે
Next: હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • 280 વાર ચૂંટણી લડનાર ધરતીપકડનું નિધન
  • Shraddh Dates
  • હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
  • ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી
  • વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.