
સેવા દિવાળીના સહયોગથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસ શાખા ખાતે દિવાળીથી નાતાલ સુધી ફૂડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સહુ હરિભક્તોએ મળી આશરે 1,300 પાઉન્ડ ફૂડનું દાન આપ્યું હતું. ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓ દિવસ-રાત શહેરવાસીઓની ઇમર્જન્સીમાં સજ્જ રહી સેવા આપે છે અને સાથે સાથે સમાજમાં જરૂરિયાતમંદોને પોતાના ખર્ચે મદદ પણ કરે છે. તેમની નિષ્ઠાવાન સમાજસેવામાં નાની સહાયરૂપે એકત્રિત થયેલ ફૂડ આસપાસના શહેરોના ફાયર અને પોલીસ વિભાગોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાનો, મરફી અને વાઈલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

