Breaking News

વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષસંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
*
સોમવારથી આવી બે બસોનું વાઈબ્રન્ટ સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરાશે

7-1

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે વડાપ્રધાનશ્રીના આ વિચારને સાકાર કર્યો છે.

આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસના લોચિંગથી થયો છે.

માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું.

આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે.
એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેનશ્રી ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી.શ્રી તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલકશ્રી એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: