Breaking News

parliament-winter-session-day-7 Court notice to Sonia Gandhi over name in voter list before acquiring citizenship

MoU થકી વણથંભ્યો વિકાસ કરતી ગુજરાત સરકાર

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની “મેક ઈન ઈન્‍ડીયા” નેમ સાકાર કરવા વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એક જ દિવસમાં અંદાજે રૂ. 3000 કરોડના વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત 3 કંપનીઓ અને 1 એજન્સી સાથે MoU સંપન્ન થયા. આ MoU થકી 9000 પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

આ 1 એજન્સી અને 3 કંપનીઓ જેમાં,

(1) ઇન્ડિયન નેશનલ સ્પેશ પ્રમોશન & ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેશ), સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલ, અમદાવાદમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

(2) Wardwizard Innovations & Mobility Limited (ઓટોમોબાઈલ & એન્જિનિયરિંગ સેકટર) વડોદરા ખાતે ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર પ્રોજેકટ શરૂ કરશે.

(3) રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક ( ટેક્ષટાઇલ સેક્ટર) અમદાવાદ ખાતે ટેક્ષટાઇલ પાર્કનો પ્રોજકેટ શરૂ કરશે.

(4) પિગોટ બિલ્ડકોન પ્રાઇવેટ લીમિટેડ (ઔદ્યોગિક પાર્ક) લીંબડી ખાતે ઔદ્યોગિક પાર્કનો પ્રોજેકટ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: