કેનેડા ના કેલગરીમાં ભજન કીર્તન સહિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન

હિંદુ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા ( HSNA ) દ્વારા Genesis સેન્ટર, નોર્થ ઇસ્ટ, કેલગરી , કેનેડા ખાતે શ્રીમદ ભાગવત કથાનું તા.12 જુલાઈ થી 18 જુલાઈ 2026 સુધી ભવ્ય આયોજન થયું. વ્યાસપીઠ પર પૂજ્ય આચાર્ય શ્રી વિનોદ સોદીયાલજી હતા. તેમની કર્ણપ્રિય મધુર વાણી અને સંગીતમય વાતાવરણમાં સૌ ભક્તજનોએ ભાવવિભોર થઈ આનંદની અનુભૂતિ કરી . પ્રારંભમાં કળશયાત્રા યોજાઈ .
આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ,નૃસિંહ અવતાર ,ગોવર્ધન લીલા, શ્રીકૃષ્ણ- રુકમણીજી નો વિવાહ , સુદામા-શ્રીકૃષ્ણનું મિલન વગેરે પ્રસંગો મુખ્ય આકર્ષણ હતા .કેલગરી સીટીના મેયર, MLA તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી દર્શનનો લાભ લીધો હતો.

દરરોજ મહા આરતી ,પ્રસાદ / ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ . આયોજકોએ અને સ્વયંસેવકોએ કથાને સફળ બનાવવા અને શ્રોતાઓની સુવિધા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. તે સૌને ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.
( માહિતી :- ઘનશ્યામભાઈ પટેલ (ખુશ) અને તસ્વિર સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
