Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકા: સાયકેડેલિક સેરેમનીમાં ટીના સોઢીના મોત કેસમાં ડોક્ટર સામે માનવવધનો ગુનો દાખલ

Chief Editor July 21, 2026
Tina Sodhi case Dr Samuel Lee

અમેરિકાના ફ્લોરિડા (Florida) માં આવેલા માયામી (Miami) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાણાકીય ક્ષેત્રના અગ્રણી એક્ઝિક્યુટિવ Tina Sodhi (ટીના સોઢી) ના શંકાસ્પદ મોતના એક વર્ષથી વધુ સમય બાદ એક મનોચિકિત્સક (Psychiatrist) સામે માનવવધ (Manslaughter) નો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે કૌર્ટના આદેશ બાદ ડોક્ટરની મેડિકલ પ્રેક્ટિસ (Medical Practice) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

44 વર્ષીય  ડો. સેમ્યુઅલ લી (Dr. Samuel Lee) ને ફ્લોરિડા પોલીસે 14 July ના રોજ સેકન્ડ-ડિગ્રી ફેલોની માનવવધના આરોપસર ગિરફ્તાર કર્યા છે. ઘટના ફેબ્રુઆરી 2025 ની છે, જ્યારે 51 વર્ષીય ટીના સોઢી(Tina Sodhi) માયામી બીચ સ્થિત Sabia Wellness House માં 3-Day Retreat (3-દિવસીય રિટ્રીટ) માટે ગયા હતા. ‘Heart Protocol’ તરીકે ઓળખાતા આ કાર્યક્રમ માટે તેમણે 2000 Dollars ફી ચૂકવી હતી.

Join Our WhatsApp Group

ટીના સોઢી એક અગ્રણી ફાઈનાન્સ કંપનીમાં સિનિયર પાર્ટનર હતા અને સાથે જ એક TEDx Speaker પણ હતા. આરોપ છે કે આ સેરેમની દરમિયાન ડોક્ટરે તેમને Ketamine (કેટામાઈન) અને MDMA જેવા શક્તિશાળી ડ્રગ્સ આપ્યા હતા. આ સિવાય તેમના શરીરમાંથી DMT નામનું શક્તિશાળી સાયકેડેલિક ડ્રગ પણ મળી આવ્યું હતું.

સાઉના અને ડ્રગ્સના મિશ્રણે લીધો જીવ

પોલીસ રિપોર્ટ અનુસાર, ડોક્ટરની સલાહ મુજબ ટીના સોઢીએ Parasite Cleanse (પેરાસાઈટ ક્લીન્સ) કર્યું હતું અને ત્યારબાદ તેઓ Infrared Sauna (ઈન્ફ્રારેડ સાઉના) માં ગયા હતા. સાઉનાની અતિશય ગરમીને કારણે શરીરમાં રહેલા ડ્રગ્સ અને કેમિકલ્સની અસર બેગણી થઈ ગઈ હતી. માયામી મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટ મુજબ, ડ્રગ્સ, બોડી ક્લીન્સિંગ અને સાઉનાની ગરમીના મિશ્રણને કારણે ગંભીર ડીહાઈડ્રેશન (Dehydration) થવાથી ટીના સોઢીનું મોત નીપજ્યું હતું.

કોર્ટે પ્રેક્ટિસ પર લગાવ્યો પ્રતિબંધ

ડો. સેમ્યુઅલ લીએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે આ એક ધાર્મિક વિધિ હતી અને તેમણે પોતાના મેડિકલ લાયસન્સ હેઠળ આ કામ નહોતું કર્યું. પરંતુ તબીબી નિષ્ણાતોના મતે, આ વર્તન ચિકિત્સા ક્ષેત્રના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. 17 July ના રોજ માયામી-ડેડ જજે ડો. સેમ્યુઅલ લીને તેમનો પાસપોર્ટ સરન્ડર કરવાનો અને કેસ ચાલુ રહે ત્યાં સુધી મેડિકલ પ્રેક્ટિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના બાદ અનધિકૃત વેલનેસ સેન્ટરો સામે તપાસ તેજ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Florida (ફ્લોરિડા) Miami (માયામી) USA (અમેરિકા)

Post navigation

Previous: પાવાગઢ પર ‘વિકાસ પતાકા’
Next:  કેનેડામાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.