Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડલાસ (BSC)નો માસિક મિલન સમારોહ

Chief Editor July 22, 2026
22-7 us4

ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલાસ (BSC)નો જુલાઈ માસિક મિલન સમારોહ

–

ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલાસ (BSC) દ્વારા રવિવાર, તા. 19 જુલાઈ, 2026ના રોજ પ્લેનો, ટેક્સાસ સ્થિત મિનર્વા બેન્ક્વેટ હોલ ખાતે માસિક મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 190 સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે “Voice & Vibe” નામના સંગીતમય કાર્યક્રમ – સુમધુર બોલીવુડ ગીતો અને મનોરંજન નુ આયોજન કરવામાં આવેલ. નવી અને વિશાળ સુવિધાઓથી સજ્જ મિનર્વા બેન્ક્વેટ હોલ ખાતે સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ચા સાથે સ્વાદિષ્ટ સેવ ખમણી અને નાનખટાઈના નાસ્તાથી થઈ હતી. નાસ્તાનો આનંદ માણતા સભ્યોએ પરસ્પર મુલાકાતો, હળવી વાતચીત અને જૂથ મિલન દ્વારા પોતાના સ્નેહસંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આત્મીયતા અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. BSCની માસિક પરંપરા મુજબ જુલાઈ મહિનામાં જન્મદિવસ અને લગ્નજયંતિ ઉજવનાર સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સૌ સભ્યોએ સાથે મળીને “Happy Birthday” ગીત ગાઈ જન્મદિવસ ઉજવનાર સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે લગ્નજયંતિ ધરાવતા દંપતીઓને અભિનંદન આપી તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન BSCના સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ દિયોરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમોની માહિતી આપતાં ખાસ કરીને આવનારા ભવ્ય નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે તમામ સભ્યોને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. અને માનનીય શ્રી હીરાભાઈ સુતરીયાએ નવા વોલન્ટિયર્સને જોડાવા પ્રેરણા આપી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેલો **”Voice & Vibe”**નો સંગીતમય કાર્યક્રમ ઉપસ્થિત સભ્યોને મંત્રમુગ્ધ કરી ગયો હતો. પ્રતિભાશાળી ગાયકો સારિકા ઝા, મનોજ સોલંકી અને અમિષા મહેતાએ સિનિયર સભ્યોની પસંદગીના લોકપ્રિય અને કર્ણપ્રિય હિન્દી ફિલ્મી મેલોડી ગીતોની સુમધુર રજૂઆત કરીને સમગ્ર હોલને સંગીતના સૂરોમાં તરબોળ કરી દીધો હતો. કાર્યક્રમનું જીવંત અને અસરકારક સંચાલન પ્રેરણા શર્માએ પોતાની આગવી શૈલીમાં કરીને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જાળવી રાખ્યો હતો. સુમધુર ગીતોની રજૂઆત દરમિયાન અનેક સભ્યોએ પોતાની બેઠકો પરથી જ તાલ સાથે ઝૂમીને અને તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ ગરબાની રમઝટ સાથે કેટલાક દંપતિઓએ હળવા-ફૂલકા નૃત્ય દ્વારા કાર્યક્રમની મજા બમણી કરી દીધી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, સંગીત અને મનોરંજનથી ભરપૂર રહ્યો હતો અને ઉપસ્થિત તમામ સભ્યો માટે એક યાદગાર સાંજ બની રહી હતી.

કાર્યક્રમના અંતે સભ્યોએ પરંપરાગત અને સ્વાદિષ્ટ ગુજરાતી ડિનરનો ભરપૂર સ્વાદ માણ્યો હતો. ખાસ કરીને કેરીનો રસ, પૂરી, ઊંધિયું તથા અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ સભ્યોને ખૂબ જ ભાવ્યાં હતાં. પ્રેમ અને આત્મીયતા સાથે પીરસાયેલા ભોજનની સભ્યોએ દિલથી પ્રશંસા કરી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમનો આનંદ અનેકગણો વધી ગયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના એપેટાઈઝર સ્પોન્સર શ્રી જે. બી. ગજેરાનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું. ચાની વ્યવસ્થા કરવા બદલ પ્રભાબેન & નાથાભાઈ વાઢેર તેમજ ધર્મિષ્ઠાબેન & જ્યોતિન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સભ્યોએ ગરમાગરમ ચા સાથે સ્વાદિષ્ટ નાનખટાઈનો પણ આનંદ માણ્યો હતો. ઉપરાંત શ્રીમતી ગીતાબેન અને શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા સંસ્થાને આપવામાં આવેલા ઉદાર દાન બદલ તેમનો જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ સ્પોન્સર્સ, દાતાશ્રીઓ, કલાકારો, વોલન્ટિયર્સ, કાર્યકારી સમિતિના સભ્યો તથા ઉપસ્થિત સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌના સહકાર, સમર્પણ અને ટીમવર્કના પરિણામે આ મિલન સમારોહ અત્યંત સફળ, ભવ્ય અને યાદગાર રીતે સંપન્ન થયો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous:  કેનેડામાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન
Follow

Recent Posts

  • ડલાસ (BSC)નો માસિક મિલન સમારોહ
  •  કેનેડામાં શ્રીમદ ભાગવત કથા સંપન્ન
  • પાવાગઢ પર ‘વિકાસ પતાકા’
  • લોકશાહીનું પ્રથમ સોપાન બન્યું બાંકીપુર: જ્યારે 1893માં બેલેટ પેપરથી હારી ગઈ હતી બ્રિટિશ સત્તા
  • Nubia NaviX Ultra: સેમસંગ-એપલને પાછળ છોડી નુબિયાએ લોન્ચ કર્યો વિશ્વનો પ્રથમ AI એજન્ટ સ્માર્ટફોન, જાણો ખાસિયતો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.