Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે

H S July 18, 2023
18 metro1

પ્રથમ ટ્રેન સવારે ૬:૨૦ કલાકે ઉપડશે  તથા બીજી ટ્રેન ૬:૪૦ કલાકે ઉપડશે

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવાનો જનહિતકારી નિર્ણય કરાયો છે.

જીએમઆરસી લિમિટેડ દ્વારા જણાવાયાનુસાર સમાજના  વિવિધ  વર્ગોની  માંગણીને  ધ્યાનમાં રાખીને ગુજરાત  મેટ્રો રેલ  કોર્પોરેશન લી. ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓ ને નિયમિત  સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.જે અંતર્ગત ઉપરોક્ત બન્ને કોરિડોરના  તમામ ટર્મિનલ  સ્ટેશનથી (એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા) બે  વધારાની ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં પ્રથમ ટ્રેન સવારે ૬:૨૦ કલાકે ઉપડશે  તથા બીજી ટ્રેન ૬:૪૦ કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના ૭:૦૦ કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ ૧૨  મિનિટ  ના અંતરે કાર્યરત રહેશે

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ (East-West અને North-South) બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન ૧૨ મિનિટનાં અંતરે સવારે ૭ :00  કલાક થી ૨૨:00 કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. એમ જીએમઆરસીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ભારતની જી20ની અધ્યક્ષતા હેઠળ જી20નાં સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક (FMCBG) ગુજરાતનાં ગાંધીનગરમાં 17-18 જુલાઈ, 2023નાં રોજ યોજાઈ
Next: આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર
Follow

Recent Posts

  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.