મકર સંક્રાંતિ અને ઉતરાયણ ના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી
અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ
વિસ્તારમાં શુકન રેસિડેન્શિ ખાતે પતંગ ઉડ્ડયન નો આનંદ માણ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહ
મંત્રીશ્રી અમિત ભાઈના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતા વંદે
માતરમ વિસ્તારના રહીશો સાથે શ્રી અમિત ભાઈ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ મુક્ત
ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતા.

તેમણે લોકોનું અભિવાદન ઝીલી ને અને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને
આ પર્વને લોકોત્સવ બનાવ્યું હતું.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
