Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શિકાગો હનુમાન જન્મોત્સવ ઉજવ્યો 

Chief Editor April 19, 2026
19 hu3
ઈન્ડિયન સિનિયર્સ શિકાગોના ઉપક્રમે ધામધૂમ થી હનુમાન જન્મોત્સવ ઉજવ્યો 
 
એપ્રિલ 11,2026  મીના રોજ ઈન્ડિયન સિનિયર્સ શિકાગોના ઉપક્રમે ધામધૂમ થી હનુમાન જન્મોત્સવ  માનવ સેવા મંદિરના મહાલક્ષ્મી હૉલમાં 380 સભ્યોની હાજરીમાં હનુમાન જન્મોત્સવની તથા એપ્રિલ મહિનામાં જે સભ્યોની જન્મ દિવસ આવતો હોવાથી પલવીબેન દરજી અને નયનાબેન દરજી ના શુભ હસ્તે ફૂલ સભ્યોને આપી અભિવાદન કરવામાં આવેલ. ત્યાર બાદ સભ્યો  દ્વારા હનુમાન ચાલીશા ના પાઠ કરવામાં આવેલ. ત્યાર બાદ ધરમભાઈ પુનવાની દ્વારા હાસ્ય યોગ સેશન થી થતા લાભો તથા તેનું મહત્વના યોગશનો કરાવી બધાને તંદુરસ્ત જીવન સંદેશ આપેલ. ત્યાર બાદ ISCના પ્રમુખ કાંતિભાઈ પટેલે ધરમભાઈ પુનવાની પુષ્પ ગુચ્છ આપી અભિવાદન કરેલ. ત્યાર બાદ ISCના ટ્રેજરર હેમંત મોદી દ્વારા માર્ચ 26 નો આવક જાવક હિસાબ ડોનેશન આપનાર નામો સાથે જાહેર કર્યો, ત્યાર પછી પ્રો. શરદ શાહે હનુમાન જન્મોત્સવ વિષે જણાવ્યું કે હનુમાનનું પ્રાકટ્ય ત્રેતા યુગમાં ચૈત્ર સુદ પૂનમના રોજ થયું હતું. અને ગોસ્વામી સંત તુલસીદાસ રચિત હનુમાન ચાલીસાની ચોપાઈઓની સમજુતી આપી હતી. અરવિંદભાઇ કોટક દ્વારા (ડિમેન્સિયા) રોગના લક્ષણો થી શરીર અને મગજ પર થતી વિવિધ અસરો અને રોગને વધતો અટકાવવા ના ઉપાયો વિષે રજૂઆત કરી હતી.
            વર્ષ 2026 ની નવી કારોબારી ના નામો ની જાહેરાત અને પરિચય ISC ના પ્રમુખ કાંતિભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવેલ ISC પ્રમુખ કાંતિભાઈ કે. પટેલ, ઉપ પ્રમુખ: નવીનભાઈ પટેલ, સેક્રેટરી: જયેશ શાહ, જોઇન્ટ સેક્રેટરી: દક્ષા પરીખ, ટ્રેજરર: હેમંત મોદી, જોઇન્ટ ટ્રેજરર: પન્ના શાહ તથા કો. ઓર્ડીનેટર: ભુપેન્દ્ર સુથાર નો સમાવેશ થાય છે. ત્યાર બાદ ISC પ્રમુખ કાંતિભાઈ કે. પટેલે મે મહિનામાં ઉજવનાર ‘મધર્સ ડે’ માટે યોજાનાર કલા પ્રદર્શન માં ભાગ લેવા સર્વે ને જણાવ્યું હતું. ત્યાર બાદ નવીન પટેલ તથા જયેશ શાહે જુલાઈ 12 ના રોજ આયોજિત આઇએસસી ની પિકનિક તેમજ 3 ઓકટોબર ના રોજ આઇએસસી ના વાર્ષિક પ્રોગ્રામ અંગે ની માહિતી આપી. ત્યાર બાદ ISCના સભ્ય સુરેશભાઇ દવે ના ધર્મ પત્ની મુદ્રિકાબેન દવે નું હાઉસ ફાયર માં અકાળે અવસાન થવાથી તેમના માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવેલ. જ્યારે તેમના પતિ સુરેશભાઇ દવે ફાયર માં ઇન્જર થવાથી તેમણે જલ્દી સારુ થઈ જાય માટે પ્રાર્થના કરવામાં આવેલ.
     ત્યાર બાદ વિષ્ણુભાઈ મહાદેસવરે હિન્દી, ગુજરાતી માં જોક્સ કહી મનોરંજન પૂરું પાડેલ. 19 મી અપ્રિલે યોજાનાર રાષ્ટ્રીયગાન ‘વંદેમાતરમ’ ની 150 મી જયંતી તથા અમેરિકાની 250 વર્ષની સ્વાતંત્રીયની ઉજવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે તો સૌએ ભાગ લેવા માટે ઇન્ડિયન કોમુનિટી ઓફ નાઇલ્સ નો સંપર્ક કરવા જણાવેલ. અંતે સૌએ  લંચ લઈ વિદાય લીધેલ.
ફોટો અને માહિતી જયંતી ઓઝા ન્યૂજ મીડિયા જર્નાલિસ્ટ શિકાગો USA

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: California Bay Area માં ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના…
Next: ભારત-દક્ષિણ કોરિયાના સંબંધો: હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને AI ક્ષેત્રે નવા કરારની તૈયારી
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.