Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

California Bay Area માં ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના…

Chief Editor April 19, 2026
19 us11-1

California Bay Area માં INSAF-એસોસીએશન દર મહીને બે વાર ભેગા થાય છે. ભારતના
વીવિધ પ્રાંતના લોકો… ૧૦૦ + ની સંખ્યામાં…તેમના મનોરંજન માટે karaoke સંગીત ખાસ
હોયજ ! વર્ષમાં એક બે વાર બહારથી આમંત્રિત સંગીત કલાકાર/ગ્રુપ નો ખાસ પ્રોગ્રામ ગોઠવાય. આ
વર્ષની શરુઆતમાં નક્કી કર્યું કે ઘરઆંગણે કોઈ યુવાન/યુવતીને આગળ લાવીએ જેને ભારતીય સંગીતમાં
રુચી હોય અને કોઇ ગુરુ પાસે બેસીને શિક્ષા લીધી હોય.

 


અમલ નાણાવટી નામે યુવક, જેણે Fremont માં હાઈસ્કુલ દરમિયાન ડો. શિશીરકાના ધાર ચૌધરી,
હિંદુસ્તાની ક્લાસીકલ સંગીત ના વાયોલીન કલાકાર પાસે બેસી ૬-૭ વર્ષ શિક્ષા મેળવી હતી, આગળ
આવી એના દાદાની ઉંમર વાળા સિનીયરો ની સમક્ષ એક બે લોકપ્રિય ગીતો અને ક્લાસીકલ ધુન પ્રસ્તુત
કરવાનો ઉત્સાહ બતાવ્યો. ડો. શિશીરકાના ધાર ચૌધરી, મુળ ભારત બંગાળનાં સુવિખ્યાત મહિલા
વાયોલીન વાદક હતા જે 2021માં ૮૪ વર્ષે ગુજરી ગયા. તેઓ ભારત સરકારની સંગીત નાટક એકાડેમી
ના વિજેતા હતા. તેમની વાયોલીન ખાસ ૫ સ્ટ્રીંગ વાળી હતી. અમલ નાણાવટી હાલમાં Ph.D.
Graduate Robotics માં થઇ Bay Area માં Driverless Car Mfg.Co.ના
research/design વિભાગમાં કામ કરે છે.

 


ભાઈ અમલે શરુઆત કરી ભારતીય સ્કુલોની વિખ્યાત પ્રાર્થના થી… “ ઇતની શક્તિ હમેં દેના દાતા મન
કા વિશ્વાસ કમજોર હોના…“ જેમાં સૌ ઉત્સાહથી જોડાયા. ત્યાર બાદ બોલીવુડનું સદાબહાર ગીત
આવ્યું…. “ એક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ…જીંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની
હૈ… “, જે સૌ સિનીયરોં એ આવકારી ઉંચે અવાજે સુરમાં ઝીલ્યું.
છેવટે હિંદુસ્તાની ક્લાસીકલ સંગીત નું અસાધારણ રાગ “ લુમ “, જેની રચના ઉસ્તાદ અલી અકબર
ખાન સાહેબે કરી હતી, વાયોલીન પર છેડી આખા હોલને સંગીત ના ઝંકારે હાઈ પીચ નોટૅસ સુધી
લઇજઇ તાલીઓના ગડગડાટ થી ગજાવી દીધો.
આ કાર્યક્રમથી એકવાત સ્પષ્ટ થાય છે કે ભારતીય સંસ્કારો અમેરીકામાં ઉછરેલી યુવા પેઢીમાં પણ છે.બસ
એની તલાસ અને પ્રોત્સાહન આપવાની જરુરત છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરતના યુવાન સાથે અન્યાય: લેન્સકાર્ટમાં શિખા-તિલક હટાવવા દબાણ કરાતા કાનૂની જંગ છેડાયો
Next: શિકાગો હનુમાન જન્મોત્સવ ઉજવ્યો 
Follow

Recent Posts

  • શિકાગો હનુમાન જન્મોત્સવ ઉજવ્યો 
  • California Bay Area માં ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના…
  • સુરતના યુવાન સાથે અન્યાય: લેન્સકાર્ટમાં શિખા-તિલક હટાવવા દબાણ કરાતા કાનૂની જંગ છેડાયો
  • અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે “પોષણ 360” સ્પર્ધાનું આયોજન
  • ચારધામ યાત્રા 2026: અક્ષય તૃતીયાએ ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથનું શેડ્યૂલ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.