Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

દંતાણી સમાજના પ્રથમ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલનું ૨૩૭મું અંગદાન

Chief Editor April 20, 2026
20 civil1

સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: ત્રણ દિવસ, ત્રણ અંગદાન અને ૧૧ જિંદગીઓને નવજીવન

વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: અત્યાર સુધી ૭૮૪ અંગો તથા ૨૩૭ પેશીઓનું દાન મળ્યું

અંગદાન જાગૃતિ અંગેના સરકારના પ્રયાસો તેમજ સમાજસેવી સંસ્થાઓના સહયોગથી દરેક સમાજ અંગદાનનું મહત્વ સમજતો થયો છે –

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

***

અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવતાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખતું સ્થળ બની
રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલના આંગણે જે રીતે એક પછી એક ત્રણ અંગદાન અને એક ત્વચાદાનની ઘટનાઓ બની છે, તેણે
સમગ્ર સમાજ માટે સેવાનો નવો રાહ ચીંધ્યો છે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં થયેલા ‘અંગદાનના મહાયજ્ઞ’ થકી ૧૦ મહત્વના અંગો અને
એક પેશીના દાનથી કુલ ૧૧ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં અંધકાર દૂર થઈ નવી આશાનો સંચાર થયો છે.
આ શ્રૃંખલાની પ્રથમ કડીમાં ગાંધીનગરના ૫૦ વર્ષીય બહરાનભાઈ પંડિતનો સમાવેશ થાય છે. વ્યવસાયે કડિયાકામ કરતા
બહરાનભાઈ અચાનક ચક્કર આવતા પટકાયા અને અંતે બ્રેઈન ડેડ જાહેર થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમના પત્ની સંગીતાબેને

અપ્રતિમ સાહસ બતાવી અંગદાનનો નિર્ણય લીધો, જેના દ્વારા મળેલા એક લીવર અને બે કિડનીએ ત્રણ વ્યક્તિઓને મોતના મુખમાંથી
બચાવ્યા છે.
સંવેદનાનો આવો જ બીજો કિસ્સો આઈસીયુમાં સારવાર લઈ રહેલા ૪૨ વર્ષીય દર્દીના પરિવારે આલેખ્યો, જેમણે પોતાના અંગત
સ્વજનના વિરહ વચ્ચે પણ એક લીવર, એક હૃદય અને બે કિડનીનું દાન આપીને ચાર જિંદગીઓને જીવનદાન આપ્યું.
માનવતાના આ યજ્ઞમાં એક વિશેષ અને પ્રેરણાદાયી વળાંક ત્યારે આવ્યો જ્યારે નારોલના ૪૫ વર્ષીય રિક્ષાચાલક પૂરણભાઈ
દંતાણીને બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા. પૂરણભાઈના પત્ની અલકાબેન અને તેમના પરિવારે લીવર તેમજ બે કિડનીના દાનની
સંમતિ આપીને ઇતિહાસ રચી દીધો. દંતાણી સમાજમાંથી સિવિલમાં થયેલું આ પ્રથમ અંગદાન છે
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર, સરકાર અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી હવે સમાજના દરેક
સ્તરે અંગદાનની જાગૃતિ પ્રસરી રહી છે.
માત્ર અંગદાન જ નહીં, પરંતુ ત્વચાદાન ક્ષેત્રે પણ સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે. મણિનગરની કેર એન્ડ ક્યોર
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાંથી ડો. કિરણ શાહની પ્રેરણાથી ૫૧ વર્ષીય મૃતક અંજનાબેન પટેલના પતિ જતીનભાઈએ પત્નીની ત્વચાનું
દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો. આ દાનમાં મળેલી ત્વચા આગામી સમયમાં દાઝેલા કે ગંભીર ઈજા
પામેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ વાત એ છે કે, ૧૯ એપ્રિલ 'વિશ્વ લીવર દિવસ'ના રોજ જ સિવિલ
હોસ્પિટલે ૨૩૭માં અંગદાનનો આંકડો પાર કર્યો છે.

સિવિલ હોસ્પિટલની અંગદાનની આ સફર આંકડાકીય રીતે પણ ખૂબ જ પ્રભાવશાળી છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૭ અંગદાનના
માધ્યમથી ૭૮૪ અંગો અને ૨૩૭ પેશીઓ પ્રાપ્ત થયા છે. જેમાં ૨૧૧ લીવર, ૪૩૭ કિડની, ૭૫ હૃદય, ૩૪ ફેફસાં અને અન્ય અંગો સહિત
કુલ ૧૦૨૧ અંગો-પેશીઓના દાન મેળવીને સિવિલ હોસ્પિટલે રાજ્ય અને દેશમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાતની વચ્ચે અન્યને જીવન આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે માત્ર તબીબી
પ્રક્રિયા નથી રહેતી, પણ માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ બની જાય છે. આ તમામ દાતા પરિવારોની ઉદારતા અને સિવિલની ટીમની મહેનતને
કારણે જ આજે;અંગદાન એ મહાદાન સૂત્ર સાર્થક થઈ રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર ઈરાની મહિલાની ધરપકડ: કરોડોના હથિયાર સોદાનો પર્દાફાશ
Next: કેનેડામાં પંજાબી ટીવી હોસ્ટને સાડા પાંચ વર્ષની જેલ: અમેરિકાથી 108 કિલો ડ્રગ્સની તસ્કરીમાં દોષિત
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ
  • અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ
  • ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી
  • અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો
  • ‘मुझे किसी ने बताया ही नहीं कि मैं वोट नहीं दे सकता’: अमेरिका में भारतीय मूल के कमलेश शाह पर चुनावी धोखाधड़ी का आरोप
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.