National

ટેલિગ્રામ બેનથી શું ખરેખર અટકશે NEET પેપર લીક? જાણો સાયબર રિસર્ચરએ શું કહ્યું

Telegram Ban NEET | આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET UG રી-એક્ઝામિનેશન (Re-examination) ને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા સરકારે દેશભરમાં 22 જૂન સુધી ટેલિગ્રામ સર્વિસ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકારનો દાવો છે કે આ ડિજિટલ લોકડાઉનથી પેપર લીક માફિયા અને અફવાખોરોનું નેટવર્ક તૂટી જશે. પરંતુ સરકારના આ પગલાં પર દેશના માત્ર 19 વર્ષના ઉભરતા સાયબર સુરક્ષા રિસર્ચર નિસર્ગ અધિકારીએ આકરી ટીકા કરી છે.

નિસર્ગ અધિકારીએ સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ‘X’ પર તંજ કસતા લખ્યું છે કે, પેપર લીક રોકી શકતા નથી અને અંતે ટેલિગ્રામ બ્લોક કરી દીધું.

તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ એક કમ્યુનિકેશન પ્લેટફોર્મને બ્લોક કરવું એ પેપર લીકનો સાચો ઈલાજ નથી. જ્યાં સુધી તમે એ સિસ્ટમ અને ખામીઓને ઠીક નહીં કરો જ્યાંથી પેપર ખરેખર લીક થાય છે, ત્યાં સુધી આવા પ્રતિબંધો બેઅસર સાબિત થશે.

તેમણે 2 મહત્વના ટેકનિકલ કારણો આપતા જણાવ્યું કે, ટેલિગ્રામનું આર્કિટેક્ચર (Architecture) એવું છે કે સરકાર ભલે તેના પર પ્રતિબંધ મૂકે, પરંતુ શાતિર યુઝર્સ અને ગેંગ પ્રોક્સી (Proxies) તેમજ અન્ય બાયપાસ ટૂલ્સની મદદથી આ પાબંદીને સરળતાથી બાયપાસ કરી શકે છે. વ્યાવહારિક રીતે ટેલિગ્રામને 100 ટકા બંધ કરવું અશક્ય છે.

સરકારે પોતાની ઉર્જા કોઈ એપ બ્લોક કરવા પાછળ બગાડવાને બદલે પરીક્ષાના સિક્યોરિટી સિસ્ટમને મજબૂત કરવા અને લીકના અસલી સોર્સ (Source) ને શોધવા પાછળ લગાવવી જોઈએ.

મહત્વનું છે કે, નિસર્ગ અધિકારીCBSE ના ઓન-સ્ક્રીન માર્કિંગ પોર્ટલ (OSM Portal) માં એક મોટી ટેકનિકલ ખામી શોધી કાઢી હતી. તેમની આ પ્રતિભાને જોઈને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુરના સાયબર સુરક્ષા ઇનોવેશન સેન્ટર (C3iHub) દ્વારા તેમને OSINT અને થ્રેટ ઇન્ટેલિજન્સ એન્જિનિયર (Threat Intelligence Engineer) ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

નિસર્ગ જેવા નિષ્ણાતોનું માનવું છે કે આવા બેનથી સામાન્ય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે જ્યારે ગુનેગારો પોતાનો નવો રસ્તો શોધી લે છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

10 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

10 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago