રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલો સહિત વિવિધ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ
અંજાર સ્ટેશન પર ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ
અમદાવાદ, 15 સપ્ટેમ્બર 2026
ગુજરાતમાં રેલવેના માળખાગત માળખા, માલ પરિવહન સુવિધાઓ, લૉજિસ્ટિક્સ નેટવર્ક તથા યાત્રી રેલવે કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ માનનીય રેલવે, સૂચના અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિકી અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ એ આજે, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં વિવિધ રેલવે પરિયોજનાઓ અને યાત્રી સુવિધાઓનું લોકાર્પણ, ઉદઘાટન અને શુભારંભ કર્યું.
આ અવસર પર માનનીય રેલવે મંત્રીએ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ સાથે જ શિવલખા, ભીમાસર, દેવલિયા, ચંડીસર અને લિંચ સ્થિત પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ્સ (GCTs) ને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. સાથે જ અંજાર સ્ટેશન પર ટ્રેન નંબર 22829/22830 ભુજ–શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો.
મીઠા પરિવહનમાં નવાચારની નવી પહેલ
પોતાના સંબોધનમાં માનનીય રેલવે મંત્રીએ કહ્યું કે આજનો કાર્યક્રમ રેલવેમાં નવાચાર અને નવી વિચારસરણીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવેની કામગીરીની પદ્ધતિમાં સર્વગ્રાહી પરિવર્તન આવ્યું છે. નવી સમસ્યાઓના નવા ઉકેલો શોધવા, નવાચારને અપનાવવા અને ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓ માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં રેલવે નિરંતર કામ કરી રહ્યું છે.
ગુજરાત અને વિશેષ રૂપે કચ્છ ક્ષેત્રમાં મોટા પાયે મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠું દરેક પરિવારની જરૂરી વસ્તુ છે અને તેનું દેશના વિવિધ ભાગો સુધી પહોંચવું જરૂરી છે. પરંપરાગત રીતે મીઠાને રેલવે વેગનોમાં પરિવહન કરવામાં વેગનના વજન અને મીઠાના વજન વચ્ચે અપેક્ષિત સંતુલનની સમસ્યા આવતી હતી. આ ઉપરાંત મીઠામાં ભેજ શોષવાની પ્રવૃત્તિના કારણે લાંબા અંતરના પરિવહન દરમિયાન ગુણવત્તા અને હેન્ડલિંગ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઊભી થતી હતી.
આ પડકારોના ઉકેલ માટે ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલા સ્ટેનલેસ સ્ટીલ સૉલ્ટ કન્ટેનર વિકસાવવામાં આવ્યા છે. આ કન્ટેનરોમાં ઉપરથી લોડિંગ અને બાજુમાંથી અનલોડિંગની સુવિધા છે. કન્ટેનરને ટિલ્ટ કરવા પર મીઠું સરળતાથી બહાર કાઢી શકાય છે. સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગથી મીઠા અને કન્ટેનરના વજન વચ્ચે આવશ્યક સંતુલન પણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
આ જ નવાચારના પરિણામ સ્વરૂપે શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે રવાના કરવામાં આવી. આ પહેલ ગુજરાતના મીઠા ઉત્પાદન ક્ષેત્રોને દેશના વિવિધ બજારો સાથે રેલવે મારફતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
કન્ટેનરાઇઝ્ડ મીઠા પરિવહનથી માલની સુવ્યવસ્થિત, સુરક્ષિત અને વધુ પ્રભાવશાળી અવરજવરને પ્રોત્સાહન મળશે. આનાથી મીઠા ઉત્પાદકો અને સંબંધિત વ્યાપારી પ્રવૃત્તિઓને દેશના વિવિધ ભાગો સુધી રેલવે મારફતે પહોંચ બનાવવામાં સુવિધા થશે. સાથે જ, આ પહેલ રેલવે આધારિત માલ પરિવહનનો હિસ્સો વધારવા, લોજિસ્ટિક્સ ખર્ચ અને સમયને અનુકૂળ બનાવવા તેમજ માલ હેરફેર માટે આધુનિક પરિવહન વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં સહાયક થશે.
માનનીય રેલ મંત્રીએ કહ્યું કે વર્ષ 2021માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પોલિસીની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાનમાં દેશભરમાં 150 થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત છે.
આજના કાર્યક્રમ મારફતે ગુજરાતમાં પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. આ ટર્મિનલો મારફતે આધુનિક માલ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ સુવિધાઓનો વિસ્તાર થશે તેમજ રેલવે આધારિત માલ પરિવહનને નવી ગતિ મળશે.
વર્તમાનમાં કચ્છ જિલ્લામાં લગભગ ₹5,600 કરોડના ખર્ચે વિવિધ રેલવે અને માળખાકીય પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આમાં સામાખ્યાળી, ભુજ, ભચાઉ, ભીલડી અને ગાંધીધામ જેવા પ્રમુખ સ્ટેશનો અને ક્ષેત્રો સાથે સંબંધિત પરિયોજનાઓ સામેલ છે.
પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ રાષ્ટ્ને સમર્પિત
ગુજરાતમાં પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. આ ટર્મિનલોથી આધુનિક માલ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ સુવિધાઓનો વિસ્તાર થશે તેમજ રેલવેના માધ્યમથી માલ પરિવહનને વધુ પ્રભાવશાળી અને સુગમ બનાવવામાં સહાયતા મળશે.
1. ભીમાસર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ
ભીમાસર ખાતે આવેલ AFGB ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ Arya Freight Terminal Pvt. Ltd. દ્વારા કરવામાં આવ્યો છે. પરિયોજનામાં લગભગ ₹75 કરોડનું કુલ રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ ₹24.21 કરોડનો રેલવે પરિયોજના ઘટક સામેલ છે.
લગભગ 52 એકર વિસ્તારમાં વિકસિત આ ટર્મિનલ ગાંધીધામ–સામાખ્યાળી સેક્શન પર આવેલુ છે તેમજ કન્ટેનર અને સામાન્ય માલની હેન્ડલિંગ માટે વિકસાવવામાં આવ્યું છે.
ટર્મિનલની અંદાજિત ક્ષમતા દર મહિને લગભગ 60 આઉટવર્ડ અને 60 ઇનવર્ડ રેક છે. પરિયોજનાથી લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે.
2. દેવલિયા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ
દેવલિયા ખાતે આવેલ WCGD ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ Western Carriers (India) Ltd. દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિયોજનામાં લગભગ ₹65 કરોડનું કુલ રોકાણ છે, જેમાં લગભગ ₹16.28 કરોડનો રેલવે પરિયોજના ઘટક સામેલ છે.
લગભગ 41 એકર વિસ્તારમાં વિકસિત આ ટર્મિનલ સામાખ્યાળી–ધ્રાંગધ્રા સેક્શન પર આવેલુ છે. અહીં મુખ્યત્વે કન્ટેનર અને સામાન્ય માલનું હેન્ડલિંગ કરવામાં આવશે.
પરિયોજનાથી લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઉત્પન્ન થવાની સંભાવના છે.
3.ચંડીસર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ
ચંડીસર ખાતે આવેલ ATGC ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ Emirates Terminals Pvt. Ltd. દ્વારા કરવામાં આવ્યો છે. પરિયોજનામાં લગભગ ₹75 કરોડનું કુલ રોકાણ છે, જેમાં લગભગ ₹14 કરોડનો રેલવે પરિયોજના ઘટક સામેલ છે.
લગભગ 23 એકર વિસ્તારમાં આવેલુ આ ટર્મિનલ પાલનપુર–સામાખ્યાળી સેક્શન પર છે તેમજ મુખ્યત્વે કન્ટેનર ટ્રાફિક માટે વિકસાવવામાં આવ્યું છે.
ટર્મિનલની અંદાજિત ક્ષમતા દર મહિને લગભગ 10 આઉટવર્ડ અને 10 ઇનવર્ડ રેક છે. પરિયોજનાથી લગભગ 400–500 વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે.
4. શિવલખા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ
શિવલખા ખાતે આવેલ KEGS ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ KMT Engg. Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરિયોજનાનો પ્રસ્તાવિત કુલ ખર્ચ લગભગ ₹200 કરોડ છે, જ્યારે રેલવે પરિયોજના ખર્ચ લગભગ ₹12.97 કરોડ છે.
લગભગ 150 એકર વિસ્તારમાં વિકસિત આ ટર્મિનલ સામાખ્યાળી–પાલનપુર સેક્શન પર આવેલુ છે. અહીં કન્ટેનર ટ્રાફિક સાથે રેલવે વેગન ઉત્પાદન અને સંબંધિત લોજિસ્ટિક્સ સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
અહીં નવા ઉત્પાદિત રેલવે વેગનોના દર મહિને લગભગ 2–3 રેક આઉટવર્ડ મૂવમેન્ટ અને દર મહિને લગભગ 10 કન્ટેનર રેક હેન્ડલ કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પરિયોજનાથી લગભગ 2,000–2,500 વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઉત્પન્ન થવાની સંભાવના છે.
5. લિંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ
લિંચમાં ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) ના વિકાસથી ક્ષેત્રમાં માલ હેન્ડલિંગ ક્ષમતામાં વધારો, આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓનો વિસ્તાર તેમજ ઉદ્યોગો અને વ્યવસાયોને રેલવે મારફતે માલ પરિવહનના વધુ પ્રભાવશાળી વિકલ્પો ઉપલબ્ધ થશે.
ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોના વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી ગુજરાતમાં માલ પરિવહન માટે વધારાનું માળખાકીય માળખું તૈયાર થશે તેમજ રેલવે આધારિત લોજિસ્ટિક્સને પ્રોત્સાહન મળશે.
કચ્છમાં રેલવે કનેક્ટિવિટીનું વિસ્તરણ
માનનીય રેલવે મંત્રીએ કચ્છ ક્ષેત્રમાં રેલવે દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો. સામાખ્યાળી–ભચાઉ સેક્શનનું ફોર લાઇનિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ભચાઉ–ગાંધીધામ સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. ગાંધીધામ–આદિપુર સેક્શનનું ફોર લાઇનિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આદિપુર–ભુજ સેક્શનને સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે.
કચ્છના સર્વગ્રાહી રેલવે નેટવર્કને મજબૂત કરવા માટે ભુજ–નલિયા ગેજ રૂપાંતરણ પરિયોજનાને વર્ષ 2024માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ ઉપરાંત નલિયા–જખૌ પોર્ટ નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે. નલિયાથી વાયોર, નારાયણ સરોવર, લખપત, હાજીપીર અને લૂણા થઈને દેસલપર સુધી કચ્છને જોડતી નવી રેલવે લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. આનાથી કચ્છ ક્ષેત્રમાં રેલવે કનેક્ટિવિટીના વિસ્તારને નવી ગતિ મળશે.
અંજાર સ્ટેશન પર ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ
માનનીય રેલવે મંત્રી દ્વારા ટ્રેન નંબર 22829/22830 ભુજ-શાલીમાર એક્સપ્રેસના અંજાર સ્ટેશન પર સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો.
આ સુવિધા અંજાર અને આસપાસના ક્ષેત્રોના યાત્રીઓ માટે મહત્વપૂર્ણ યાત્રી સુવિધા છે. આ સ્ટોપેજથી યાત્રીઓને ભુજ–શાલીમાર એક્સપ્રેસ મારફતે દેશના વિવિધ પ્રમુખ શહેરો અને મહત્વપૂર્ણ ગંતવ્ય સ્થાનો સુધી વધુ સુવિધાજનક રેલવે યાત્રાનો લાભ મળશે.
અંજારથી ટ્રેન પકડવા માટે યાત્રીઓને અન્ય સ્ટેશનો સુધી જવાની જરૂરીયાત ઓછી થશે, જેનાથી સમય અને વધારાના યાત્રા ખર્ચની બચત થશે. આ સુવિધા વિશેષ રૂપે વેપારીઓ, નોકરીયાત યાત્રીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તેમજ લાંબા અંતરની યાત્રા કરનારા યાત્રીઓ માટે ઉપયોગી થશે.
આનાથી અંજારની પ્રાદેશિક અને આંતરરાજ્ય રેલવે કનેક્ટિવિટી મજબૂત થશે તેમજ સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદઘાટન
આ અવસર પર ગુજરાત સરકારના માનનીય રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, માનનીય મેયર શ્રીમતી દિવ્યાબેન નાથાણી, માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.
નવા સ્ટેશનના વિકાસથી ક્ષેત્રમાં રેલવે સંપર્ક અને યાત્રી સુવિધાઓને મજબૂતી મળશે તેમજ આસપાસના યાત્રીઓ માટે રેલવે પરિવહનની પહોંચ વધુ ઉત્તમ થશે.
ગોપાલપુર સ્ટેશનના વિકાસનો એક મહત્વપૂર્ણ ઓપરેશનલ લાભ એ છે કે અમદાવાદ અને ભુજ તરફથી આવવા-જવા વાળી ટ્રેનો માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલની આવશ્યકતા રહેશે નહીં. આનાથી ઓપરેશનલ સમયની બચત થશે તેમજ ટ્રેનોના સંચાલનને વધુ સુગમ અને પ્રભાવશાળી બનાવવામાં સહાયતા મળશે.
જનપ્રતિનિધિઓની ગરિમામયી ઉપસ્થિતિ
શિવલખા, ભીમાસર, દેવલિયા, ચંડીસર, લિંચ તેમજ ગાંધીધામ વગેરે સ્થાનો પર આયોજિત કાર્યક્રમોમાં ગુજરાત સરકારના માનનીય રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, માનનીય સાંસદશ્રીઓ શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ચંદુભાઈ શિહોરા અને શ્રી રાજુભાઈ શુક્લા તેમજ માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિકેત ઠાકર, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રીમતી દિવ્યાબેન નાથાણી, શ્રી સુખાજી ઠાકોર અને શ્રી મુકેશભાઈ પટેલ સહિત અન્ય જનપ્રતિનિધિઓની ગરિમામય ઉપસ્થિતિ રહી.
આ પરિયોજનાઓ મારફતે ગુજરાતમાં રેલવે આધારિત માલ પરિવહન, આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને વેપારને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીની તકોનું સર્જન થશે. સાથે જ યાત્રીઓ માટે રેલવે કનેક્ટિવિટી અને સુવિધાઓમાં પણ મહત્વપૂર્ણ સુધારો થશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…
કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ત્રણ માળની અદ્યતન ઈમારતમાં…
રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ…
મુંબઈના રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય શા માટે એક દિવસ માટે 'ભિખારી' બન્યા? પરાગ…