Health

તડબૂચ ખાધા પછી બીજ ફેંકી દો છો? આ રીતે કરો ઉપયોગ, ચહેરો ચાંદની જેમ ચમકશે!

Watermelon Seeds Uses | તડબૂચ એક એવું મોસમી ફળ છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. આપણે સામાન્ય રીતે તેનો લાલ અને મીઠો ભાગ તો હોંશે-હોંશે ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા-ભૂરા બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં (Dustbin) ફેંકી દઈએ છીએ.

હેલ્થ એક્સપર્ટ્સ (Health experts) ના મતે, તડબૂચના બીજ વાસ્તવમાં એક સુપરફૂડ (Superfood) છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન (Protein), આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ (Healthy fats) જોવા મળે છે, જે હાર્ટ હેલ્થ (Heart health), ઇમ્યુનિટી અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે.

આ બીજ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે અને એજિંગ (Aging)ની પ્રક્રિયાને ધીમી કરે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ (Watermelon seeds) ના નામે ખૂબ ઊંચા ભાવે વેચાય છે, તો પછી ઘરમાં રહેલા મફતના બીજને કેમ બગાડવા? તેને સાફ કરીને અને સૂકવીને તમે રોજિંદી ડાયટ (Diet) અને કુકિંગનો (Cooking) ભાગ બનાવી શકો છો.

આ માટે સૌથી પહેલા બીજને અલગ કરી, સારી રીતે ધોઈને તડકામાં સૂકવી લો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી કે તેલ નાખીને તેને કુરકુરા થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ, ચાટ મસાલો અને મરી પાવડર છાંટવાથી ચા સાથે ખાવા માટેની હેલ્ધી નમકીન (Healthy snacks) તૈયાર થઈ જશે.

આ સિવાય કાજુ અને ખસખસની જેમ તડબૂચના મગજ તરીના બીજનો ઉપયોગ શાહી શાકની ગ્રેવી (Gravy) ઘટ્ટ કરવા માટે થાય છે. બીજને ફોલીને અંદરના સફેદ ભાગની પેસ્ટ (Paste) બનાવી પનીર કે મલાઈ કોફ્તાની ગ્રેવીમાં વાપરી શકાય છે.

શેકેલા બીજને મિક્સરમા પીસીને પાવડર બનાવી સવારના દૂધ, પ્રોટીન શેક (Protein shake) કે સ્મૂધીમાં 1 ચમચી ઉમેરી શકાય છે. સૂપ કે સલાડમાં ક્રંચ (Crunch) લાવવા માટે તેને ઉપરથી સ્પ્રિંકલ કરી શકાય છે, તેમજ ઘર પર એનર્જી બાર (Energy bar) કે ડ્રાયફ્રૂટ્સના લાડુ બનાવતી વખતે પણ આ બીજનો ઉપયોગ કરી શકાય છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

9 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

9 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago