Giorgia Meloni Biography | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલી (Italy) પહોંચ્યા હતા, જ્યાં રોમમાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મેલોનીએ સોશિયલ મીડિયા પર (Social media) પીએમ મોદી સાથેની એક તસવીર પોસ્ટ કરીને તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા.
આ વાયરલ પોસ્ટની વચ્ચે લોકો ઇટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના જીવન વિશે જાણવા ઉત્સુક બન્યા છે. 15 જાન્યુઆરી 1977 ના રોજ રોમના (Rome) એક મધ્યમવર્ગીય વિસ્તારમાં જન્મેલા મેલોનીની ઉંમર હાલ 49 વર્ષ છે.
જ્યારે તેઓ માત્ર 1 વર્ષના હતા ત્યારે તેમના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા, જેના કારણે તેમની માતાએ જ તેમનો ઉછેર કર્યો હતો. નાની ઉંમરે ઘરની જવાબદારીઓ ઉપાડવા માટે તેમણે નાઇટ ક્લબમાં બાર ટેન્ડર તરીકે પણ કામ કર્યું હતું.
મેલોનીએ માત્ર 15 વર્ષની ઉંમરે ઇટાલિયન સોશિયલ મૂવમેન્ટમાં (MSI) જોડાવાની સાથે રાજકારણમાં (Politics) પ્રવેશ કર્યો હતો. વર્ષ 2006 માં તેઓ 29 વર્ષની ઉંમરે સાંસદ બન્યા અને બર્લુસ્કોની સરકારમાં સૌથી નાની વયના યુવા બાબતોના મંત્રી બન્યા હતા.
વર્ષ 2012 માં તેમણે પોતાની નવી પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટલી’ (Brothers of Italy) શરૂ કરી અને વર્ષ 2022 માં તેઓ ઇટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.
તેમની નેટવર્થ (Net worth) અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વડાપ્રધાન તરીકે તેઓ દર વર્ષે અંદાજે 99,000 યુરો એટલે કે આશરે 9.3 કરોડ રૂપિયા કમાય છે.

પર્સનલ લાઇફની (Personal life) વાત કરીએ તો, મેલોની સિંગલ મધર છે અને વર્ષ 2016માં જન્મેલી તેમની પુત્રી જિનેવરાનો એકલા જ ઉછેર કરી રહ્યા છે.
ઓક્ટોબર 2023 માં તેમણે પોતાના લોન્ગ ટાઇમ પાર્ટનર અને ટીવી જર્નાલિસ્ટ (TV Journalist) એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના 10 વર્ષ જૂના સંબંધોનો અંત આણ્યો હતો. મેલોની ખૂબ જ સાદું જીવન જીવે છે અને તેઓ પરંપરાગત ઇટાલિયન સંસ્કૃતિના મજબૂત સમર્થક માનવામાં આવે છે.
