Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત

Chief Editor May 5, 2026
white house shooting

White House Shooting | અમેરિકા (America) ના વોશિંગ્ટન ડીસી (Washington DC) માં વ્હાઇટ હાઉસ (White House) ની સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે એક શંકાસ્પદ હથિયારધારી વ્યક્તિએ વ્હાઇટ હાઉસની બહાર પેટ્રોલિંગ કરી રહેલા સીક્રેટ સર્વિસ (Secret Service) ના જવાનો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો.

Join Our WhatsApp Group

ફિલ્મી સ્ટાઈલમાં થયેલા આ સામસામે ફાયરિંગ (Firing) ના કારણે વ્હાઇટ હાઉસમાં તાત્કાલિક લોકડાઉન (Lockdown) લાગુ કરવાની ફરજ પડી હતી.

જ્યારે સીક્રેટ સર્વિસના અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ભાગવા લાગ્યો હતો અને પોતાની ગન (Gun) કાઢી ગોળીઓ વરસાવી હતી.

વળતા જવાબમાં સુરક્ષાકર્મીઓએ કરેલા એન્કાઉન્ટર (Encounter) માં હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ હિંસક ઘટના દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો 1 નિર્દોષ સગીર (Minor) બાળક પણ ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકને હુમલાખોરની ગોળી વાગી હતી, જોકે તેની સ્થિતિ હાલ સ્થિર છે.

ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (Metropolitan Police Department) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની સુરક્ષાને ધ્યાનમાં રાખી પત્રકારોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. જોકે, ગણતરીની મિનિટોમાં સ્થિતિ કાબૂમાં આવતા લોકડાઉન હટાવી લેવાયું હતું. ટ્રમ્પે પાછળથી પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી ખાતરી આપી હતી કે વોશિંગ્ટન સુરક્ષિત છે.

હાલમાં આ હુમલો ટ્રમ્પ પર હતો કે નહીં તેના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ (High Alert) જાહેર કરાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) Firing (ગોળીબાર) Lockdown (લોકડાઉન) USA (અમેરિકા) White House (વ્હાઈટ હાઉસ)

Post navigation

Previous: મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
Next: ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.