National

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે ₹5300 કરોડની સંપત્તિ, જાણો કોણ છે સૌથી ‘ગરીબ’ સાંસદ?

Rajya Sabha | રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અને તેમના ગુનાહિત ઈતિહાસ (Criminal History) ને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ (Report) અનુસાર, 229 વર્તમાન સાંસદોમાંથી લગભગ 32% એટલે કે 73 સાંસદો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. જેમાં ભાજપ (BJP) ના 27, કોંગ્રેસ (Congress) ના 12 અને આમ આદમી પાર્ટી (AAP) ના 4 સાંસદોનો સમાવેશ થાય છે.

રાજ્યસભામાં ‘ધનાઢ્ય’ સાંસદોનું વર્ચસ્વ સંપત્તિની દ્રષ્ટિએ પણ રાજ્યસભાના સભ્યો ઘણા આગળ છે. રિપોર્ટ મુજબ, 14% એટલે કે 31 સાંસદો અબજોપતિ (Billionaires) છે. રાજ્યસભાના એક સભ્યની સરેરાશ સંપત્તિ અંદાજે ₹120.69 કરોડ આંકવામાં આવી છે. પક્ષોની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના સાંસદોની સરેરાશ સંપત્તિ સૌથી વધુ ₹574.09 કરોડ છે, જ્યારે ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ ₹28.29 કરોડ નોંધાઈ છે.

સૌથી અમીર અને સૌથી ગરીબ સાંસદ સંપત્તિના મામલે તેલંગાણાના BRS સાંસદ બંડી પાર્થ સારથી ₹5300 કરોડની સંપત્તિ સાથે ટોચ પર છે. બીજા ક્રમે રાજેન્દ્ર ગુપ્તા છે, જેમની પાસે ₹5053 કરોડની સંપત્તિ છે. બીજી તરફ, સૌથી ઓછી સંપત્તિ ધરાવતા સાંસદોમાં આમ આદમી પાર્ટીના સંત બલબીર સિંહ (Sant Balbir Singh) મોખરે છે, જેમની પાસે માત્ર ₹3 લાખની સંપત્તિ છે. મણિપુરના મહારાજા સજોઓબા લિશેમ્બા પાસે ₹5 લાખની સંપત્તિ છે.

ગંભીર ગુનાઓનું પ્રમાણ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 16% સાંસદો ગંભીર ગુનાઓ (Serious Crimes) નો સામનો કરી રહ્યા છે, જેમાં હત્યા અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો જેવા આરોપો સામેલ છે. લોકશાહીમાં પારદર્શિતા માટે આ ડેટા (Data) અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

12 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

12 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago