NRI

સેન ડિએગોના લેક હોજિસ ખાતે ‘વિકસિત ભારત રન 2026’નું આયોજન, ભારતીય સમુદાય ઉમટી પડ્યો

Viksit Bharat Run | લોસ એન્જલસ સ્થિત કન્સુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા CRY સેન ડિએગોના સહયોગથી એસ્કોન્ડિડોના મનોરમ્ય લેક હોજિસ ખાતે ‘વિકસિત ભારત રન 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ દોડમાં ભારતીય પ્રવાસી સમુદાયના નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભારતના કોન્સુલ જનરલ ડો. કે. જે. શ્રીનિવાસે આ રનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને ફિટનેસ, સામાજિક ભાગીદારી અને ‘વિકસિત ભારત 2047’ના વિઝનને અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે હકારાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમનું સહ-આયોજન CRY અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મા કુમારીઝ અને સેન ડિએગો તમિલ સંગમ જેવી સ્થાનિક સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો.

ડો. શ્રીનિવાસે ભારતની વિકાસયાત્રામાં યુવા પેઢી અને પ્રવાસી ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને આયોજકો તથા સ્વયંસેવકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

Chief Editor

Recent Posts

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

4 hours ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

13 hours ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

3 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

3 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

3 days ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

3 days ago