Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Chief Editor June 21, 2026
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi Record | 21 જૂનનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક બની ગયો છે. રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાઈ સિરીઝની ફાઈનલ જંગ ખેલાઈ રહી છે.

આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટોસ જીતીને શ્રીલંકા-એ એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે દબાણ સૌથી વધુ હોય, ત્યારે જ સાચો હીરો બહાર આવે છે. ટ્રાઈ-સિરીઝની ફાઈનલ મેચમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે.

ભારતીય ટીમની શરૂઆત એટલી આક્રમક રહી કે ટીમે માત્ર 3 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)એ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.

મેચની ત્રીજી ઓવરમાં શ્રીલંકન બોલર મોહમ્મદ શિરાજ સામે વૈભવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને 3 છગ્ગા તથા 2 ચોગ્ગાની મદદથી એક જ ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા હતા.

વૈભવની આ આક્રમક બેટિંગ અહીં જ ન અટકી, તેણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, અડધા સદીના આંકડા સુધી પહોંચવા માટે તેણે એક પણ સિંગલ રન લીધો ન હતો! આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન નસીબે પણ વૈભવનો સાથ આપ્યો હતો.

મેચની પાંચમી ઓવરના ત્રીજા બોલ પર શ્રીલંકન બોલર મોહમ્મદ શિરાઝના બોલ પર તેનો એક સરળ કેચ છૂટી ગયો હતો. આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવીને વૈભવે વન-ડે ફોર્મેટની આ મેચને જાણે T20 આંતરરાષ્ટ્રીય મેચ હોય તેવા અંદાજમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.

વૈભવ સૂર્યવંશી કમનસીબે પોતાની સદી ચૂકી ગયો હતો અને 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 324 નો હતો અને તેણે કુલ 10 ચોગ્ગા તથા 8 છગ્ગા ફટકાર્યા હતા.

Vaibhav Sooryavanshi says ‘Good Morning’ 💥

Watch Sri Lanka ‘A’ vs India ‘A’, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. 📺#SonySportsNetwork #SonyLIV #TalentTVCup pic.twitter.com/e5PDd6NNPd

— Sony Sports Network (@SonySportsNetwk) June 21, 2026

તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેની બોલિંગમાં મોટો શૉટ મારવાના પ્રયાસમાં વિજયકાંતના હાથે કેચ આઉટ કરાયો હતો. ભલે તે સદી ચૂકી ગયો, પરંતુ તેની આ ઇનિંગે ઇન્ડિયા-એ ટીમને મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.

વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. આ સાથે જ તેણે શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વીરારત્નેએ 1 નવેમ્બર 2005 ના રોજ માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ ઉપરાંત વૈભવે ભારતીય બેટર્સ સરફરાઝ ખાન (15 બોલ) અને ઇશાન કિશન (22 બોલ) નો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે.

વૈભવ જો સદી પૂરી કરી લેત, તો તે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેત, જે હાલ ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્ક (29 બોલ) ના નામે છે. આ શાનદાર પ્રદર્શન બાદ હવે વૈભવ ભારતની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ ટૂર પર જવાનો છે, જ્યાં તેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Vaibhav Suryavanshi (વૈભવ સૂર્યવંશી)

Post navigation

Previous: ‘અમેરિકા ગમે તેટલું દબાણ કરે…’ લેબનાન પર નેતન્યાહૂના મંત્રીએ ટ્રમ્પને આપી ચેતવણી!
Next: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: પીએમ મોદીએ કોલકાતામાં કર્યા યોગ
Follow

Recent Posts

  • ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • નૌકાદળની તાકાતમાં વધારો: પીએમ મોદીએ દેશમાં જ બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજોને સેનામાં સામેલ કર્યા
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: પીએમ મોદીએ કોલકાતામાં કર્યા યોગ
  • વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
  • ‘અમેરિકા ગમે તેટલું દબાણ કરે…’ લેબનાન પર નેતન્યાહૂના મંત્રીએ ટ્રમ્પને આપી ચેતવણી!
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.