Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘ઓપરેશન ચેકમેટ’: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ડિપોર્ટ કરાશે

Chief Editor June 2, 2026
Operation Checkmate | 30 Indians arrested for living and working illegally in US as truck drivers, will be deported soon

Operation Checkmate | 30 Indians arrested for living and working illegally in US as truck drivers, will be deported soon

Operation Checkmate US | અમેરિકામાં (America) વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (Immigrants) અને ખાસ કરીને કમર્શિયલ ડ્રાઈવરો સામે વહીવટીતંત્ર હવે ભારે કડક બન્યું છે.

યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ (US Border Patrol Agents) એરિઝોનાના યુમા સેક્ટરમાં ‘ઓપરેશન ચેકમેટ’ (Operation Checkmate) હેઠળ મોટી કાર્યવાહી કરીને કુલ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો (Truck Drivers) સમાવેશ થાય છે. આ તમામ ધરપકડ કરાયેલા લોકોને ટૂંક સમયમાં જ ભારત પાછા મોકલવામાં (Deport) આવશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર, આ વિશેષ ઓપરેશન 11 થી 15 મે દરમિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કમર્શિયલ મોટર વ્હીકલ ઓપરેટરોને પકડવાનો છે, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને ભારે વાહનો ચલાવી રહ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન કુલ 52 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 36 લોકો સેમી-ટ્રક ચલાવતા ઝડપાયા હતા. આ ગેરકાયદેસર ડ્રાઈવર્સમાં 30 ભારતીય નાગરિકો છે, જ્યારે બાકીના 6 લોકો મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયાના વતની છે.

આ તપાસમાં એક મોટો ખુલાસો પણ થયો છે કે ઝડપાયેલા મોટાભાગના ડ્રાઈવરો પાસે જો બાઈડેન (Joe Biden) વહીવટીતંત્ર દરમિયાન મેળવવામાં આવેલા ‘એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ’ (EAD) હતા, જે હવે માન્ય રહ્યા નથી.

આ સિવાય તેમની પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વર્જીનિયા જેવા રાજ્યોના કમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ હતા, જ્યારે 3 ડ્રાઈવરો પાસે તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ (License) નહોતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રે અયોગ્ય વિદેશી ડ્રાઈવરોને કમર્શિયલ લાયસન્સ મેળવતા રોકવા માટે કડક આદેશો જાહેર કર્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેરકાયદેસર રીતે ટ્રક ચલાવતા ભારતીય ડ્રાઈવરો દ્વારા અમેરિકામાં થયેલા જીવલેણ અકસ્માતોને (Accidents) કારણે આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો.

ઓક્ટોબર 2025 માં ગેરકાયદેસર રીતે ઘૂસેલા જશનપ્રીત સિંહે નશાની હાલતમાં અકસ્માત સર્જી 3 લોકોના જીવ લીધા હતા, જ્યારે ઓગસ્ટ 2025 માં હરજિંદર સિંહ નામના ડ્રાઈવરની બેદરકારીથી ફ્લોરિડામાં 3 લોકોના મોત થયા હતા.

યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલીંગ એજન્ટ ડસ્ટિન ડબલ્યુ. કોડલેએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ જાહેર સુરક્ષાને (Public Safety) સુનિશ્ચિત કરવાનો અને અયોગ્ય ડ્રાઈવરો દ્વારા થતા અકસ્માતો અટકાવવાનો છે. પકડાયેલા તમામ લોકો સામે ફેડરલ કાયદા (Federal Law) મુજબ પ્રક્રિયા કરીને દેશનિકાલ કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) USA (અમેરિકા)

Post navigation

Previous: નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો પર એકનાથ શિંદેનું નિવેદન
Next: બ્રિટનને ભારતની ચેતવણી: સ્ટીલ પરથી ડ્યુટી નહીં હટાવો તો સ્કોચ વ્હિસ્કી પર લાગશે ભારે ટેરિફ
Follow

Recent Posts

  • બ્રિટનને ભારતની ચેતવણી: સ્ટીલ પરથી ડ્યુટી નહીં હટાવો તો સ્કોચ વ્હિસ્કી પર લાગશે ભારે ટેરિફ
  • ‘ઓપરેશન ચેકમેટ’: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ડિપોર્ટ કરાશે
  • નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો પર એકનાથ શિંદેનું નિવેદન
  • ફિનલેન્ડમાં રેકોર્ડબ્રેક નાગરિકતાની મંજૂરી, ફેમિલી વિઝા મેળવવામાં ભારતીયો મોખરે
  • દક્ષિણ કોરિયાએ વિદેશી શ્રમિકોના અધિકારોની રક્ષા માટે નવી ટીમની રચના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.