Marco Rubio Strait Of Hormuz Will Be Opened Once US Operation Is Over
US-Israel-Iran war | પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ (Marco Rubio) સંકેત આપ્યા છે કે આગામી થોડા સપ્તાહમાં આ યુદ્ધનો અંત આવી શકે છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર કોઈ પણ પ્રકારની ટોલ સિસ્ટમ (Toll System) ચલાવવાની મંજૂરી આપશે નહીં. અમેરિકાના હુમલાઓએ ઈરાનની નૌસેના (Navy) અને મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
યુદ્ધનો ખર્ચ ખાડી દેશો પાસેથી વસૂલશે ટ્રમ્પ? વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે ટ્રમ્પ આ યુદ્ધનો આર્થિક બોજ ખાડી દેશો (Gulf Countries) પર નાખવાની તૈયારીમાં છે. આ અંગેનો સત્તાવાર પ્લાન ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. બીજી તરફ, ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર ધમકી આપી છે કે જો ઈરાન સમજૂતી નહીં કરે, તો તેના પાવર પ્લાન્ટ્સ અને ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) ને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે.
સ્પેને અમેરિકાને આપ્યો મોટો ઝટકો યુદ્ધની વચ્ચે સ્પેન (Spain) ના સંરક્ષણ મંત્રી માર્ગારેટા રોબલેસે જાહેરાત કરી છે કે ઈરાન પર હુમલામાં સામેલ કોઈપણ અમેરિકન વિમાન (Aircraft) ને સ્પેનના એરસ્પેસ (Airspace) નો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સ્પેને આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને એરબેઝ વાપરવાની પણ મનાઈ કરી દીધી છે.
મધ્યસ્થતાના મુદ્દે પાકિસ્તાનને ઈરાનનો જવાબ પાકિસ્તાન (Pakistan) દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતાના જે દાવા કરવામાં આવી રહ્યા હતા, તેને ઈરાને ફગાવી દીધા છે. મુંબઈ સ્થિત ઈરાનના કોન્સ્યુલેટ જનરલે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાને ઈસ્લામાબાદમાં યોજેલી બેઠકો તેમનો વ્યક્તિગત મામલો છે અને અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત (Direct Talk) થઈ રહી નથી.
